પાકિસ્તાનના પૂર્વ કોચ મિકી આર્થર બની શકે છે શ્રીલંકા ટીમના મુખ્ય કોચ
શ્રીલંકાએ આગામી મહિને પાકિસ્તાનનો પ્રવાસ કરવો છે, જ્યાં તે 11 ડિસેમ્બરથી યજમાન ટીમની સાથે બે મેચોની ટેસ્ટ સિરીઝ રમશે.
કોલંબોઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના (Pakistan Cricket Team) પૂર્વ કોચ મિકી આર્થર (Mickey Arthur) હવે શ્રીલંકા ક્રિકેટ ટીમના (Srilanka Cricket Team) આગામી મુખ્ય કોચ બની શકે છે. ચંદિકા હથુરાસિંઘા આ સમયે શ્રીલંકા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ છે, જેને અત્યાર સુધી સત્તાવાર રૂપથી પદ પરથી હટાવાયા નથી. આ વચ્ચે ન તો આર્થરે પણ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC)ની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે, પરંતુ શ્રીલંકા બોર્ડના અધિકારીઓએ તેને કોચ નિયુક્ત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
શ્રીલંકાએ આગામી મહિને પાકિસ્તાનનો પ્રવાસ કરવો છે, જ્યાં તે 11 ડિસેમ્બરથી યજમાન ટીમની સાથે બે મેચોની ટેસ્ટ સિરીઝ રમશે. એસએલસીના સીઈઓ એશ્લે સિલ્વાએ કહ્યું કે, અમે મિકી સાથે વાતચીત કરી રહ્યાં છીએ. અમે તે સમજીએ છીએ કે અમે કરાર પર પહોંચવા સક્ષમ છીએ. આર્થર આ પહેલા દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનને કોચિંગ આપી ચુક્યા છે, પરંતુ 2016થી 2019 સુધી પાકિસ્તાનના કોચના રૂપમાં તેમનો કાર્યકાળ સારો રહ્યો જેમાં પાકિસ્તાનની ટીમે 2017ની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને પરાજય આપીને ટાઇટલ પર કબજો કર્યો હતો.
કોહલી બોલ્યો- કોઈપણ પિચ પર, કોઈપણ ટીમને અમારા ફાસ્ટ બોલર કરી શકે છે ધ્વસ્ત
તમને જણાવી દઈએ કે મિકી આર્થર આ પહેલા ઘણી ટીમોના કોચ રહી ચુક્યા છે. તેઓ ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાની ટીમને કોચિંગ આપી ચુક્યા છે. પરંતુ એક કોચના રૂપમાં તેમને મોટી સફળતા પાકિસ્તાન ટીમ સાથે મળી હતી. આ દરમિયાન પાક ટીમે આઈસીસી ટ્રોફી પણ જીતી હતી. આ સિવાય ટી20મા તેઓ પાકિસ્તાન ટીમને નવી ઊંચાઈ પર લઈ ગયા અને પાકિસ્તાનની ટીમ રેન્કિંગમાં નંબર-1 બની હતી. પરંતુ આ વચ્ચે તેમણે ઘણી વખત હારનો પણ સામનો કરવો પડ્યો હતો. 2018મા એશિયા કપના ફાઇનલમાં ન પહોંચી શકે અને વિશ્વકપ 2019મા પાક ટીમ સેમિફાઇનલમાં પહોંચવામાં અસફળ રહી હતી. વિશ્વકપ બાદ તેમને કોચ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube