નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટના મશહૂર મોહમ્મદ પરિવારના સભ્ય અને ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રઈસ મોહમ્મદનું સોમવારે અહીં અવસાન થયું છે. તેના નાના ભાઈ અને ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર સાદિક મોહમ્મદે આ વાતની પુષ્ટિ કરી છે. તેઓ 89 વર્ષના હતા અને છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. આ સમાચારથી સમગ્ર ક્રિકેટ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે સવારે થયું અવસાન
રઈસ મોહમ્મદના ભાઈ સાદીકે કહ્યું, 'રઈસ ભાઈનું આજે સવારે નિધન થયું છે.' રઈસ પાંચ ભાઈઓમાં બીજા નંબરનો હતો. તેના ચાર ભાઈઓને પાકિસ્તાન માટે ટેસ્ટ ક્રિકેટ રમવાની તક મળી, જેમાંથી હનીફ અને મુશ્તાકે પણ રાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કર્યું.


જો કે, રઈસ મોહમ્મદે સ્થાનિક ક્રિકેટમાં ક્રિકેટમાં કરી હતી અને તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શક્યો ન હતો. લાંબી બીમારી બાદ અચાનક આ પ્રખ્યાત ક્રિકેટરે આખી દુનિયાને અલવિદા કહી દીધું છે.


ચાર ભાઈઓ રમ્યા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ
આ ભાઈઓમાં વઝીર સૌથી મોટા છે જ્યારે હનીફ ચાર ભાઈઓમાં સૌથી જાણિતો રહ્યો હતો. આ બે સિવાય મુશ્તાક અને સાદિક પણ ટેસ્ટ ક્રિકેટમાં રમ્યા હતા. રઈસે 30 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી પરંતુ ટોચના ક્રમના બેટ્સમેન અને લેગ-સ્પિનરને ક્યારેય પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી નથી. ભલે તે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમ્યો ન હતો, પરંતુ તે પણ તેના આખા પરિવારની જેમ ખૂબ પ્રખ્યાત હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube