દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ શ્રીલંકાના પૂર્વ ખેલાડીઓ પર કાર્યવાહી કરી છે. આઈસીસીએ શુક્રવારે નુઆન જોએસા અને અવિષ્કા ગુણવર્ધનને સંયુક્ત અરબ અમીરાતમાં એક ટી-10 લીગમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાના આરોપમાં અસ્થાયી રૂપથી સસ્પેન્ડ કરી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બંન્નેમાં જોએસા પહેલા જ ભ્રષ્ટાચારના આરોપમાં સસ્પેન્ડ છે. આ બંન્નેને આરોપનો જવાબ આપવા માટે 14 દિવસનો સમય આપવામાં આવ્યો છે. 


આઈસીસીએ એમિરેટ્સ ક્રિકેટ બોર્ડ તરફથી શ્રીલંકાના પૂર્વ બોલિંગ કોચ જોએસાને ચાર, જ્યારે ગુણવર્ધનેને બે આરોપમાં આરોપી કર્યાં છે. 


પરંતુ વિશ્વ સંસ્થાએ તે ઘટનાઓ નથી જણાવી જેના કારણે આ બંન્ને ખેલાડીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ આ આરોપ ગત વર્ષે ડિસેમ્બરમાં સંયુક્ત અરબ અમીરાતમાં રમાયેલી ટી-10 ક્રિકેટ લીગ સંબંધિત છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર