Ind vs SA: ત્રણ મહિના બાદ ભારતીય ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો ધોની, શાસ્ત્રી સાથે કરી મુલાકાત
પૂર્વ કેપ્ટન એમએસ ધોની રાંચી ટેસ્ટમાં જીત બાદ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો હતો. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની રાંચી ટેસ્ટમાં જીત બાદ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો હતો. બીસીસીઆઈએ આ ફોટો ટ્વીટ કર્યો છે.
રાંચીઃ ભારતે આફ્રિકાને રાંચી ટેસ્ટમાં ચોથા દિવસે માત્ર બે ઓવરમાં હરાવી દીધું હતું. ભારતીય ટીમ જીતથી માત્ર બે વિકેટ દૂર હતી જે તેણે 12 બોલમાં હાંસિલ કરી લીધી હતી. આ સાથે ભારતે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ 3-0થી પોતાના નામે કરી લીધી છે.
ત્રીજા દિવસે આફ્રિકાનો સ્કોર 132/8 હતો. પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા નદીમે ચોથા દિવસે પોતાની પ્રથમ ઓવરમાં બાકી બે વિકેટ લઈને ભારતને ઈનિંગ અને 202 રનથી જીત અપાવી હતી.
ભારતીય ટીમે આફ્રિકાને પ્રથમવાર સિરીઝમાં ક્લીન સ્વીપ કરી છે. ટીમ જ્યારે જીતનો જશ્ન મનાવી રહી હતી ત્યારે એક ખાસ મહેમાને ડ્રેસિંગ રૂમમાં જઈને ટીમને શુભેચ્છા આપી હતી. આ વ્યક્તિ અન્ય કોઈ નહીં ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની હતી. ટીમના કોચ રવિ શાસ્ત્રી અને એમએસ ધોનીનો એક ફોટો બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
INDvSA: નાના શહેરમાં ટેસ્ટ મેચ રમવાથી ખુશ નથી કોહલી, BCCIને આપ્યો નવો પ્લાન