બ્રિસબેનઃ ભારત અને ઓસ્ટ્રોલિયા (IND vs AUS) વચ્ચે સીરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ બ્રિસબેન  (Brisbane) ના ગાબા મેદાનમાં રમાઈ રહી છે. ચોથા દિવસની રમત ચાલુ છે. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા ટીમ 294 રન પર ઓલઆઉટ થઈ. જીત માટે ભારતને 328નો લક્ષ્યાંક મળ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયાને જીત માટે મળ્યો 328 રનનો ટાર્ગેટ
મેચના ચોથા દિવસે ભારતીય બોલરોનો દબદબો રહ્યો. સિરાઝે શાનદાર બોલિંગ કરીને 5 વિકેટ ખેરવી લીધી. જેથી કાંગારુઓ બીજી ઈનિંગમાં માત્ર 294 રનોમાં જ સમેટાઈ ગયા. આ રીતે ભારતને જીત માટે 328 રનનો ટાર્ગેટ મળ્યો.


ટીમ ઈન્ડિયાની વાપસી
ભારત ટીમે ખુબ જ ઝડપથી કાંગારુઓની 4 વિકેટ ખેરવી નાંખી. લાબુશેન બાદ તુરંત મૈથ્યૂ વેડ પણ આઉટ થઈ ગયો. 


વોર્નર અર્ધશતક ચૂક્યો
ઓસ્ટ્રેલિયાને ચોથી ટેસ્ટના ચોથા દિવસે વોર્નરના રૂપમાં બીજો ઝટકો મળ્યો. સુંદરના બોલ પર ડેવિડ વોર્નર 48 રન બનાવીને આઉટ થઈ ગયો.


શાર્દુલે લીધી દિવસની પહેલી વિકેટ
બીજી ઈનિંગમાં શાર્દુલ ઠાકુરે માર્કસ હૈરિસને માત્ર 5 રનમાં પવેલિયનનો રસ્તો બતાવીને દિવસની પહેલી વિકેટ લીધી.


ચોથા દિવસની રમત શરૂ
ત્રીજા દિવસની રમત પુરી થવા સુધી ઓસ્ટ્રેલિયાની બેટિંગ શરૂ થઈ ગઈ. ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગ 21-0ના સ્કોરથી આગળ વધારી. 


પહેલી ઈનિંગમાં ભારતે બનાવ્યા 336 રન
ત્રીજા દિવસે ભારતીય ટીમ માટે શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરની સમજદારી કોઈ જીવનદાનથી ઓછી નહોંતી. આ બન્ને ખેલાડીઓના લીધે જ ટીમ ઈન્ડિયા પહેલી ઈનિંગમાં 336 રન સુધી પહોંચી હતી.