પેરિસ : સ્પેનનાં ટેનિસ સ્ટાર રાફેલ નડાલે ફ્રેંચ ઓપનની સિંગલ્સ ખિતાબ જીતીને પોતાનાં રેકોર્ડને વધારે મજબુત બનાવ્યો છે. ક્લે કોર્ટના બાદશાહે રવિવારે રેકોર્ડ 11મી વખત ફ્રેંચ ઓપન ટાઇટલ પોતાના નામે કર્યું હતું. વર્લ્ડ  નંબર વન ખેલાડી નડાલ કોઇ એક ગ્રાંડ સ્લેમ પર 10થી વધારે વખત કબ્જો જમાવનાર પહેલો અને એકમાત્ર ખેલાડી છે. લાલ ગ્રાઉન્ડમાં સતત બીજા વર્ષે તેણે ખિતાબ પોતાને નામે કર્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેરિયરની 24મી ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં ઉતરેલ નડાલે વર્લ્ડનાં 8મા નંબરનાં ઓસ્ટ્રેલિયાનાં 24 વર્ષનાં ડોમિનિક થિએમને સીધા સેટમાં 6-4, 6-3, 6-2થી પરાજય આપ્યો હતો. આ સાથે જ પહેલીવાર કોઇ ગ્રાન્ડ સ્લેમમાં પહોંચેલા થિએમનું ખિતાબનું સપનુ તોડી નાખ્યું હતું. આ મેચ આશરે 2 કલાક 42 મિનિટ સુધી ચાલી હતી. બંન્નેએ 10મી વખત એક બીજાનો સામનો કર્યો હતો. જેમાં નડાલ 7 વખત જીતી ચુક્યો છે. નડાલ આર્જેન્ટીના જુઆન માર્ટિન ડેલ પોત્રોને 6-4, 6-1, 6-2થી હરાવીને ફાઇનલમાં પહોંચ્યો હતો. 

32 વર્ષીય નડાલે 17મું ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ પોતાને નામે કર્યું. નડાલ હજી પણ મહાન પ્રતિદ્વંદી રોજર ફેડરર સામે 3 મેજર ખિતાબ પાછળ છે. જો કે આ સ્વિસ સ્ટાર તેનાં કરતા ચાર વર્ષ મોટો પણ છે.