ફ્રેન્ચ ઓપનઃ પીવી સિંધુ અને શુભાંકર બીજા રાઉન્ડમાં
વિશ્વ ચેમ્પિયન પીવી સિંધુએ મંગળવારે ફ્રેન્ચ ઓપન બેડમિન્ટ ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં જીત સાથે શરૂઆત કરી છે. પુરૂષ સિંગલ્સ વર્ગમાં શુભાંકર ડે પણ પ્રથમ રાઉન્ડમાં જીત મેળવવામાં સફળ રહ્યો છે.
પેરિસઃ વિશ્વ ચેમ્પિયન પીવી સિંધુએ મંગળવારે ફ્રેન્ચ ઓપન બેડમિન્ટ ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં જીત સાથે શરૂઆત કરી છે. પુરૂષ સિંગલ્સ વર્ગમાં શુભાંકર ડે પણ પ્રથમ રાઉન્ડમાં જીત મેળવવામાં સફળ રહ્યો છે. સિંધુએ મહિલા સિંગલ્સ વર્ગના પ્રથમ રાઉન્ડમાં કેનેડાની મિશેલ લીને હરાવી જ્યારે શુભાંકરે ઇન્ડોનેશિયાના ટોમી સુગિયાર્તોને પરાજય આપીને મોટી જીત હાસિલ કરી હતી.
રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ વિજેતા સિંધુએ 43 મિનિટ સુધી ચાલેલી મેચમાં લીને 21-15, 21-13થી પરાજય આપ્યો હતો. બીજા રાઉન્ડમાં સિંધુની ટક્કર સિંગાપુરની યેઓ જિયા મિન વિરુદ્ધ થશે. સિંગાપુરની ખેલાડીએ મલેશિયાની સોનિયા ચેહને 21-15, 21-16થી હરાવી હતી.
બીસીસીઆઈના 39મા અધ્યક્ષ બનશે સૌરવ ગાંગુલી, સીઓએનું શાસન સમાપ્ત
વર્લ્ડ નંબર-42 શુભાંકરે પ્રથમ રાઉન્ડના મુકાબલામાં ઇન્ડોનેશિયાના ખેલાડીને 15-21, 21-14, 21-17થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. બીજા રાઉન્ડમાં શુભાંકરનો સામનો ઇન્ડોનેશિયાના શેશર હિરેન હુસ્તાવિતો સામે થશે.