French Open 2019: `મહામુકાબલા`માં નડાલે ફેડરરને હરાવી ફાઇનલમાં કરી એન્ટ્રી
નડાલે ફેડરરને 6-3 6-4 6-2થી સીધા સેટમાં પરાજય આપ્યો હતો.
પેરિસઃ ફ્રેન્ચ ઓપનમાં રોજર અને રાફેલ નડાલ વચ્ચે રમાયેલી સેમીફાઇનલમાં નડાલે જીત મેળવી છે. નડાલે ફેડરરને 6-3 6-4 6-2થી પરાજય આપ્યો હતો.
આ સાથે નડાલે ફ્રેન્ચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ 2019ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ફાઇનલમાં તેનો સામનો સર્બિયાના નોવાક જોકોવિચ અને ઓસ્ટ્રિયાના ડોમિનિક થીમ વચ્ચે રમાનારી બીજી સેમીફાઇનલના વિજેતા સામે થશે. ફ્રેન્ચ ઓપનમાં બંન્ને બીજીવાર આમને-સામને હતા. આ પહેલા 2005માં બંન્ને ફ્રેન્ચ ઓપનની સેમીફાઇનલમાં ટકરાયા હતા. 2006, 2007, 2008, 2011માં આ બંન્ને ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં આમને-સામને થઈ ચુક્યા હતા અને હંમેશા નડાલે બાજી મારી છે. ફેડરરના ખાતામાં માત્ર એક ફ્રેન્ચ ઓપન ટાઇટલ છે, જે તેણે 2009માં કબજે કર્યું હતું.
નડાલે આ સાથે પોતાના 18માં ગ્રાન્ડસ્લેમ ટાઇટલ તરફ આગળ વધી ગયો છે. જ્યારે 20 વખતના ગ્રાન્ડસ્લેમ વિજેતા ફેડરરની આ ટૂર્નામેન્ટમાં સફર સમાપ્ત થઈ ગઈ છે.