પેરિસઃ દિગ્ગજ રોજર ફેડરરે જર્મનીના લકી લૂઝર ઓસ્કર ઓટેને સીધા સેટોમાં હરાવીને 15મી વખત ફ્રેન્ચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના પુરૂષ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. ત્રીજા ક્રમાંકિત ફેડરરે વિશ્વના 144માં નંબરના ખેલાડી ઓસ્કરને કોર્ટ ફિલિપ ચેટરિયર પર  6-4, 6-3, 6-4થી પરાજય આપ્યો હતો. આ મેચ 95 મિનિટ ચાલી હતી. ફેડરરે આ દરમિયાન ચાર બ્રેક પોઈન્ટ બચાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

37 વર્ષીય ફેડરર આગામી રાઉન્ડમાં નોર્વેના કાસ્પર રૂડ સામે ટકરાશે જેણે ઇટાલીના માતિયો બેરેટિનીને 6-4, 7-5, 6-3થી પરાજય આપ્યો હતો. ફેડરરે આસાનીથી ત્રણેય સેટ જીતીને આગામી રાઉન્ડમાં સ્થાન મેળવ્યું છે. 


તેમણે કહ્યું, 'ગ્રાન્ડસ્લેમ શાનદાર હોય છે.' તમે એવા ખેલાડી સામે ટકરાય શકો છે જેણે ક્વોલિફાય કર્યું છે અને તમે આ પહેલા ક્યારેય તેનું નામ સાંભળ્યું નથી. તેણે કહ્યું, આ મુશ્કેલ મુકાબલો હતો, તે ઘણું સારૂ રમ્યો. ફેડરરે કહ્યું, મારા માટે ખુશીની વાત છે કે તેણે સેટના અંતમાં કેટલિક ભૂલો કરી જેનાથી મને મદદ મળી હતી.