વેલિંગટનઃ ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસને કારણે લોકોને ભેગા થવા પર લાગેલો પ્રતિબંધ સોમવારે રાતથી હટાવી લેવામાં આવ્યો છે. હવે લોકો સ્ટેડિયમમાં જઈને મેચની મજા માણી શકશે. તેની શરૂઆત સુપર રગ્બી લીગથી થશે. તેના મુકાબલા 13 જૂનથી શરૂ થશે. પ્રથમ મેચ ડ્યૂનેડિનમા હાઇલેન્ડર્સ અને ચીફ વચ્ચે રમાશે. આ મુકાબલામાં 25 હજાર દર્શકો હાજર રહેવાની આશા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડની પાંચ રગ્બી ટીમ આગામી 10 સપ્તાહમાં એકબીજા વિરુદ્ધ હોમ અને અવે મેચ રમશે. આ વિશ્વની પ્રથમ પ્રોફેશનલ લીગ હશે, જેમાં દર્શકોને સ્ટેડિયમમાં જનાવી મંજૂરી મળી છે. 


ફેન્સની હાજરીમાં રમવા તૈયારઃ ન્યૂઝીલેન્ડ રગ્બી
ન્યૂઝીલેન્ડ રગ્બીના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક રોબિનસને કહ્યુ, આ ગર્વની વાત છે કે અમે પ્રથમ પ્રોફેશનલ સ્પોર્ટ લીગ છીએ, જેમાં સામેલ ટીમો ફેન્સની હાજરીમાં રમશે. 


સચિન તેંડુલકરે ફેન્સને આપી ફિટનેસ ટિપ્સ, દોરડા કૂદતા શેર કર્યો VIDEO  

હાલમાં અમને લાગી રહ્યું છે કે અમે એવી સ્થિતિમાં પહોંચી ગયા છીએ, જ્યાં કોરોના ફરી દેશમાં ફેલાશે નહીં. પરંતુ રમત કે મોટા જાહેર આયોજનોમાં જો એક કેસ પણ સામે આવી જાય છે તો અમારે મોટા સ્તર પર કોન્ટ્રાક્સ ટ્રેસિંગ કરવા પડશે. તેથી તેમાં અમને ડેટાબેઝ મદદ કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર