નવી દિલ્હીઃ ટી20 ક્રિકેટના બાદશાહ ખેલાડી ક્રિસ ગેલે એકવાર ફરી દેખાડ્યું કે તે ક્રિકેટનો યૂનિવર્સ બોસ કેમ છે. આ દિવસોમાં ગ્લોબલ ટી20 કેનેડા લીગમાં રમી રહેલા આ બેટ્સમેને સોમવારે પોતાની તોફાની સદીથી પોતાના ફેન્સનું દિલ એકવાર જીતી લીધું છે. વૈનકોવર નાઇટના આ બેટ્સમેને 54 બોલમાં અણનમ 122 રન ફટકાર્યા, જેમાં તેણે 12 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેલની આ તોફાની ઈનિંગની મદદથી વૈનકોવર નાઇટે મોન્ટ્રિયલ ટાઇગર્સ વિરુદ્ધ નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 276 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. પરંતુ ખરાબ હવામાનને કારણે મેચની બીજી ઈનિંગ ન રમાઈ શકી અને બંન્ને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો હતો. ગેલની આ તોફાની ઈનિંગ બાદ મેચમાં રિયલ તોફાન પણ આવ્યું, જેથી મેચ પૂરી ન થઈ શકી. 


પાકિસ્તાની ક્રિકેટર હસન અલી 20 ઓગસ્ટે આ ભારતીય યુવતી સાથે કરશે લગ્ન 

મહત્વનું છે કે 39 વર્ષીય ક્રિસ ગેલે ભારત વિરુદ્ધ આગામી વનડે સિરીઝ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝમાં 8 ઓગસ્ટથી 14 ઓગસ્ટ વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમવાની છે. ક્રિસ ગેલને વિન્ડીઝની વનડે ટીમમાં તક મળી છે.