નવી દિલ્હી: આઈપીએલ 2022ની શરૂઆત 26 માર્ચથી શરૂ થવાની છે. હાલમાં તમામ ફોર્મેટના કેપ્ટન બનેલા રોહિત શર્મા એકવાર ફરીથી આઈપીએલની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળવા માટે બિલકુલ તૈયાર છે. રોહિતે પોતાની કેપ્ટનશિપમાં ટીમને પાંચ વખત જીત અપાવી છે અને તે આઈપીએલ ઈતિહાસનો સૌથી સફળ કેપ્ટન પણ છે. હવે રોહિતની નજર ટીમને એકવાર ફરીથી એવોર્ડ જીતાડવા પર છે. પરંતુ આઈપીએલની શરૂઆત પહેલા કેકેઆરના પૂર્વ કેપ્ટનને રોહિત પર એક મોટું નિવેદન આપ્યું છે જેને વાંચીને તમે પણ હેરાન પરેશાન રહી જશો.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિત છે આ દિગ્ગજનો સૌથી મોટો ડર
કેકેઆરની ટીમને પોતાની કેપ્ટનશિપમાં બે વખત IPL ટ્રોફી જીતાડનાર ગૌતમ ગંભીરે હાલમાં જ સ્વીકાર્યું હતું કે એક કેપ્ટન તરીકે ગંભીરને ક્યારેય એબી ડી વિલિયર્સ કે ક્રિસ ગેલ જેવા બેટ્સમેનોથી તકલીફ નથી પડી પરંતુ રોહિતે તેની ઊંઘ હરામ કરી નાખી હતી. સ્ટાર સ્પોર્ટ્સ પર એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, “એક કેપ્ટન તરીકે રોહિત શર્મા એકમાત્ર એવો ખેલાડી છે જેણે મારી ઉંઘ હરામ કરી નાંખી હતી, ના તો ક્રિસ ગેલ, ના તો એબી ડી વિલિયર્સ કે ન કોઈ અન્ય, માત્રને માત્ર રોહિત શર્મા જ એવો ખેલાડી છે જેણે મારી ઉંઘ હરામ કરી નાંખી હતી.


ઈરફાન પઠાણ પણ રોહિતનો મોટો ફેન
ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે પણ રોહિત શર્માની પ્રશંસા કરી છે. ઈરફાને જણાવ્યું હતું કે, 'મુંબઈ ઈન્ડિયન્સ અને આઈપીએલના ઈતિહાસમાં હંમેશાં રોહિત શર્માને યાદ રાખવામાં આવશે. મુંબઈ ઈન્ડિયન્સ માટે રોહિત શર્માનું નામ હંમેશા ટોપ પર છે. IPLના ઈતિહાસમાં રોહિત શર્મા એકમાત્ર એવો કેપ્ટન છે જેણે કેપ્ટન તરીકે 5 વખત પોતાની ટીમ માટે IPLનો ખિતાબ જીત્યો છે.


2011માં મુંબઈ સાથે જોડાયા હતા રોહિત શર્મા
ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટર રોહિત શર્માને 2011માં આઈપીએલની હરાજીમાં અગાઉની ફ્રેન્ચાઈઝી ટીમમાંથી રિલીઝ કર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો હતો. રોહિત શર્મા અને મુંબઈ ઈન્ડિયન્સનો સાથ હવે એક દશકાથી પણ વધુ જૂનો થઈ ગયો છે. 2013માં રોહિત શર્માએ રિકી પોન્ટિંગની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળી હતી. ત્યારથી તે ટીમ માટે પાંચ વખત ટાઇટલ જીતી ચૂક્યો છે. રોહિત એક ખેલાડી તરીકે 6 વખત IPL ચેમ્પિયન બનવાનો સ્વાદ ચાખી ચૂક્યો છે. વર્ષ 2009માં જ્યારે ડેક્કન ચાર્જર્સ વિજેતા બન્યું ત્યારે રોહિત શર્મા તે ટીમનો એક ભાગ હતો.


IPL 2022 માટે મુંબઈનું શેડ્યૂલ
બીસીસીઆઈએ આ વખતે આઈપીએલના ફોર્મેટમાં અનેક મોટા ફેરફાર કર્યો છે. BCCIએ 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચી છે. મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે બે-બે મેચ રમશે, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ સામે એક-એક મેચ રમશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube