નવી દિલ્હીઃ બે વર્ષથી આંતરરાષ્ટ્રીય મેચોથી દૂર રહેલા ગૌતમ ગંભીરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતીની જાહેરાત કરી છે. ઓપનિંગ બેટ્સમેન ગંભીરે મંગળવાર (4 ડિસેમ્બર) આ જાહેરાત કરી હતી. ગૌતમ ગંભીરે સંન્યાસની જાણકારી પોતાના ફેસબુક પેજ પર આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૌતમ ગંભીરે થોડા દિવસ પહેલા 37મો જન્મદિવસ ઉજવ્યો હતો. ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળવાને કારણે તેના ક્રિકેટ ભવિષ્ય પર લોકો તેને સવાલ પૂછતા હતા, પરંતુ તેણે તમામ શંકાઓ પર લગામ લગાવી દીધો છે.


ગંભીરે 58 ટેસ્ટ, 147 વનડે અને 37 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ગંભીરે 58 ટેસ્ટ મેચોમાં 41.96ની એવરેજથી 4154 રન બનાવ્યા છે. તેમાં નવ સદી સામેલ છે. તેણે 147 વનડે મેચમાં 39.68ની એવરેજથી 11 સદીની મદદથી 5238 રન બનાવ્યા છે. તેણે 37 ટી20 મેચોમાં 932 રન બનાવ્યા હતા. તેની એવરેજ 27.41ની હતી. 



ભારતે ગૌતમ ગંભીરના કરિયર દરમિયાન બે વિશ્વકપ (ટી20 વિશ્વકપ 2007, વનડે વિશ્વકપ 2011) જીત્યા છે. ગંભીર બંન્ને વિશ્વકપના ફાઇનલમાં ભારતનો ટોપ સ્કોરર રહ્યો હતો. ગંભીરે કહ્યું કે, આ જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય હતો, જેને ભારે મનથી માની લીધો છે. તેવું ઘણા દિવસથી લાગી રહ્યું હતું કે, તેનો સમય આવી ગયો છે. તેણે પોતાના કરિયરમાં મદદ કરનાર તમામનો આભાર માન્યો હતો.