મુંબઈ : ક્રિકેટર ગૌતમ ગંભીર ક્રિકેટ સિવાય સોશિયલ વર્કમાં પણ સારો એવો સક્રિય છે. દેશ પર જ્યારે કોઈ પણ સમસ્યા આવી છે ત્યારે તેણે સામનો કરવામાં સક્રિય પ્રયાસ કર્યો છે. ગયા એપ્રિલ મહિનામાં છત્તીસગઢમાં થયેલા નકસલી હુમલાનો ભોગ બનેલા 25 જવાનોના બાળકોના અભ્યાસનો ખર્ચ ઉપાડવાનાી જાહેરાત કરીને તે બધાની પ્રશંસા મેળવી ચૂક્યો છે. તે સોશિયલ મીડિયાના માધ્યમથી દેશ સાથે જોડાયેલા મુદ્દાઓ વિશે શબ્દ ચોર્યા વગર નિર્ભય મત પ્રગટ કરે છે. હાલમાં સોશિયલ મીડિયામાં ચાંદલો કરેલા અને દુપટ્ટો ઓઢેલા ગૌતમ ગંભીરની તસવીર વાઇરલ બની છે પણ એ પાછળનું કારણ બહુ રસપ્રદ છે. 


હકીકતમાં ગૌતમ સમાજમાં ઉપેક્ષા અને ભેદભાવનો ભોગ બનેલા કિન્નર સમાજને સમર્થન આપવા માટે તેમના કાર્યક્રમ હિજડા હબ્બાના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યો હતો. આ કાર્યક્રમમાં કિન્નરોએ ગૌતમ ગંભીરને તેની જેમ તૈયાર થવામાં મદદ કરી હતી. 


રમતજગતની દુનિયાના સમાચાર જાણવા માટે કરો ક્લિક...