J&Kમાંથી કલમ 370 હટાવ્યા બાદ વ્યાકુળ આફ્રિદીને ગૌતમ ગંભીરે આપ્યો સણસણતો જવાબ
કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર રોષે ભરાયેલા પાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફ્રિદિને પૂર્વ ક્રિકેટર અને પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરે મંગળવારે સણસણતો જવાબ આપ્યો છે
નવી દિલ્હી: કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર રોષે ભરાયેલા પાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફ્રિદિને પૂર્વ ક્રિકેટર અને પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરે મંગળવારે સણસણતો જવાબ આપ્યો છે. તેમણે તેમના એક ટ્વિટમાં અફ્રિદિને શાંત રહેવાની સલાહ આપતા કહ્યું કે, ‘ચિંતા કરશો નહીં, બેટા બધું બરાબર થઈ જશે.’
આ પણ વાંચો:- આર્ટિકલ 370: ખેલાડીઓ પણ મોદી સરકારના સમર્થનમાં, જાણો કોણે શું કહ્યું?
ગૌતમે તેમના એક ટ્વિટમાં લખ્યું, શાહિદ આફ્રિદિએ આ મુદ્દે એક અભિપ્રાય આપ્યો છે. તે કહી રહ્યો છે કે, અકારણ આક્રમતા અને માનવતા વિરોધી ગુના થઇ રહ્યાં છે. પરંતુ તેઓ એક વાતનો ઉલ્લેખ કરવાનું ભૂલી ગયા છે કે, આ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં થઇ રહ્યું છે, ‘ચિંતા કરશો નહીં, બેટા બધું બરાબર થઈ જશે.’
આ પણ વાંચો:- આફ્રિકાના ડેલ સ્ટેને ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવિદા, 15 વર્ષના કરિયરમાં ઝડપી 439 વિકેટ
ખરેખરમાં, જમ્મુ-કાશ્મીરની વિશેષ સ્થિતિ દૂર કરવાથી પાડોસી દેશ પાકિસ્તાન આકુળ-વ્યાકુળ બની ગયું છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદિએ સોમવારે એક ટ્વિટ દ્વારા તેની વ્યાકુળતા વ્યક્ત કરી હતી. તેણે તેના ટ્વિટમાં લખ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રના ઠરાવના આધારે કાશ્મીરીઓને તેમના અધિકાર આપવો જોઈએ. સ્વતંત્રતાનો અધિકાર જે આપણાં બધાને છે. યુનાઇટેડ નેશન્સ કેમ બનાવવામાં આવ્યું છે અને કેમ સૂઈ રહ્યું છે? કાશ્મીરમાં સતત જે માનવતા વિરોધી અકારણ આક્રમતા અને ગુના થઇ રહ્યાં છે. તેને પર ધ્યાન આપવું જોઇએ. ડોનાલ ટ્રમ્પ (અમેરિકાના રાષ્ટ્રપતિ)ને આ મામલે જરૂરી રીતથી મધ્યસ્થની ભૂમિકા અદા કરવી જોઇએ.
આ પણ વાંચો:- એશિઝ ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 251 રને હરાવ્યું, લાયનની 6 વિકેટ
જમ્મૂ તેમજ કાશ્મીરથી વિશેષ રાજ્યનો હક પરત લેવા અને કલમ 370 દૂર કરવા પર પાકિસ્તાન ચિંતામાં છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડો. આરિફ અલ્વીએ જમ્મુ કાશ્મીર પર ભારતના નિર્ણયને લઇને ચર્ચા માટે આજે (મંગળવારે) સંસદના બંને સંદનોમાં તાત્કાલીક બેઠક બોલાવી છે.
જુઓ Live TV:-