નવી દિલ્હીઃ ભારતીય ટીમના હેડ કોચ માટે ગૌતમ ગંભીરનું પ્રથમ રાઉન્ડનું ઈન્ટરવ્યુ થઈ ગયું છે. પૂર્વ ભારતીય ઓપનિંગ બેટર ગંભીરનું ટીમ ઈન્ડિયાના નવા કોચ બનવાનું લભગ ફાઈનલ લાગી રહ્યું છે. ક્રિકેટ એડવાઇઝરી કમિટીએ ગંભીરનું ઈન્ટરવ્યુ લીધું છે. આ કમિટીમાં અશોક મલ્હોત્રા, જતિન પરાંપજે અને સુલક્ષણા નાઇક સામેલ છે. ગંભીરે દિલ્હીથી વીડિયો કોલ પર ઈન્ટરવ્યુ આપ્યું છે. હજુ ગંભીરનું એક રાઉન્ડનું ઈન્ટરવ્યુ થવાનું છે. બીસીસીઆઈએ અરજીકર્તાઓને શોર્ટલિસ્ટ કરવાની જવાબદારી સીએસીને સોંપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈની સામે ગંભીરની માંગો
ગૌતમ ગંભીરે મુખ્ય કોચ પદ માટે બીસીસીઆઈ સામે કેટલીક માંગો રાખી છે. રિપોર્ટ પ્રમાણે તેમાં ટીમ પર પૂર્ણ નિયંત્રણની સાથે સફેદ બોલ અને લાલ બોલ માટે અલગ-અલગ ટીમો સામેલ છે. બીસીસીઆઈ પહેલા સ્વીકાર કરી ચૂક્યું છે અને તેની આ ભૂમિકા માટે નિમણૂંક કરવા માટે ઈચ્છુક છે. જો તેમ થાય છે તો ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમનાર ખેલાડીઓ માટે ગંભીરનું હેડ કોચ બનવું મોટો ઝટકા સમાન થવાનું છે.


આ પણ વાંચોઃ આ 4 ટીમો માટે ખરાબ સ્વપ્ન સમાન સાબિત થયો વર્લ્ડ કપ, જાણો કારણ


ગંભીર વ્યક્ત કરી ચૂક્યો છે કોચ બનવાની ઈચ્છા
આઈપીએલ બાદ અબુધાબીમાં એક કાર્યક્રમમાં ગૌતમ ગંભીરે કહ્યુ હતુ કે ભારતીય ટીમના કોચ બનવાથી મોટું સન્માન કોઈ નથી. તેણે કહ્યું- જુઓ, મને ભારતીય ટીમના કોચ બનવું સારૂ લાગશે. તેનાથી મોટું કોઈ સન્માન નથી. પોતાની રાષ્ટ્રીય ટીમને કોચિંગ આપવાથી મોટું સન્માન કોઈ નથી. તમે 140 કરોડ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છો અને તમે જ્યારે ભારતનું પ્રતિનિધિત્વ કરો છો, તેનાથી મોટું બીજુ કંઈ ન હોઈ શકે.


2027 સુધી રહેશે નવા કોચનો કાર્યકાળ
ગૌતમ ગંભીરના નામની ભારતીય ટીમના હેડ કોચ તરીકે જાહેરાત થાય તો તેનો કાર્યકાળ ડિસેમ્બર 2027 સુધી રહેશે. ભારતે આગામી વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની છે. 2026માં ટી20 વિશ્વકપ છે. 2025માં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ યોજાવાની છે. ત્યારબાદ 2027માં વનડે વિશ્વકપ રમાવાનો છે.