લખનૌઃ આઈપીએલ 2024માં કોલકત્તા નાઈટ રાઈડર્સે અત્યાર સુધી જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે, માનવામાં આવી રહ્યું છે કે તે ત્રીજું ટાઈટલ જીતવા માટે તૈયાર છે. કેકેઆરે બોલિંગ અને બેટિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, તેની પાછળ કેપ્ટન શ્રેયસ અય્યરની સાથે-સાથે મેન્ટોર ગૌતમ ગંભીરનો હાથ રહ્યો છે. ગૌતમ ગંભીરની આગેવાનીમાં કેકેઆર બે વખત આઈપીએલમાં ચેમ્પિયન બની છે. છેલ્લી બે સીઝનમાં ગંભીર લખનૌનો મેન્ટોર હતો પરંતુ આઈપીએલ 2024 પહેલા તેણે કેકેઆરમાં વાપસી કરી હતી. લખનૌ સુપર જાયન્ટ્સને તેના ઘરમાં કોલકત્તાએ 98 રનથી પરાજય આપ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચ બાદ એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે , જેમાં ગંભીર કેકેઆરના ડગઆઉટમાં બેઠેલો જોવા મળી રહ્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સનો આક્રમક બેટર નિકોલસ પૂરન આઉટ થાય છે અને ગંભીર તેનો જશ્ન મનાવે છે. ગંભીરે તત્કાલ ડગઆઉટમાં રહેલા એક ખેલાડીને બોલાવ્યો અને કેપ્ટન શ્રેયસ અય્યર માટે કોઈ મેસેજ મોકલાવ્યો હતો. 



નિકોલસ પૂરન 8 બોલમાં 10 રન બનાવી આંદ્રે રસેલના બોલ પર આઉટ થયો હતો, આ રીતે લખનૌ સુપર જાયન્ટ્સે 12મી ઓવરના બીજા બોલ પર 101 રનના સ્કોરે પાંચમી વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી મેચ કોલકત્તાના પક્ષમાં આવી ગઈ હતી. સોશિયલ મીડિયા પર ગંભીરનો આ અનસીન વીડિયો આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. 


પોઈન્ટ ટેબલમાં નંબર-1 કેકેઆર
કોલકત્તા નાઈટ રાઈડર્સે લખનૌ સુપર જાયન્ટ્સને તેના ઘરમાં 98 રને કચડી મહાજીત મેળવી હતી. આ જીતની સાથે કોલકત્તા નાઈટ રાઈડર્સ આઈપીએલ-2024માં પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. કોલકત્તાના 8 જીત સાથે 16 પોઈન્ટ થઈ ગયા છે. લખનૌ સામે પ્રથમ બેટિંગ કરતા કોલકત્તાએ 20 ઓવરમાં 6 વિકેટે 235 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ 16.1 ઓવરમાં માત્ર 137 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મોટી હારને કારણે લખનૌને નેટ રનરેટમાં પણ મોટું નુકસાન થયું છે.