નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી ગૌતમ ગંભીર ભારતીય જનતા પાર્ટી (BJP) સામેલ થઇ ગયા છે. ભાજપ નેતા અરૂણ જેટલી અને રવિશંકર પ્રસાદે શુક્રવારે પોતાના મુખ્યાલયમાં ગંભીરને પાર્ટીનું સભ્ય પદ અપાવ્યું. ગૌતમ ગંભીર 2011 વર્લ્ડ કપ અને 2007 ટી20 વર્લ્ડ કપમાં ભારતની જીતના સૂત્રધાર રહ્યા હતા. તેમને તાજેતરમાં જ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. જોકે થોડા દિવસોથી જ આ અટકળો લગાવવામાં આવી રહી હતી કે ગંભીર લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2019) પહેલાં રાજકારણમાં પ્રવેશ કરી શકે છે, જો કે આજે સત્ય સાબિત થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3737 વર્ષના દિગ્ગજ યુવા ક્રિકેટર ગત થોડા દિવસોથી ઇન્ટરનેશનલ ક્રિકેટ જગતમાંથી સંન્યાસ લીધા બાદથી જ રાજકીય અને સામાજિક મુદ્દાઓને લઇને ખૂબ એક્ટિવ હતા. પુલવામા હુમલો હોય કે પછી પાકિસ્તાન સાથે ભારતીય ટીમનું મેચ રમવું, આ બધા મુદ્દાઓ પર ગંભીરે ખુલીને પોતાનો મત રજૂ કર્યો. પોતાના ટ્વિટ અને નિવેદનોના લીધે તે સતત મીડિયામાં ચર્ચામાં પણ રહ્યા હતા.


પુલવામા આતંકવાદી હુમલામાં દેશના 40 જવાન શહીદ થઇ ગયા બાદ જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યા કે ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે રમવું જોઇએ કે નહી? તેના પર ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ''આ બીસીસીઆઇએ નક્કી કરવાનું છે. વ્યક્તિગત રીતે પાકિસ્તાન સાથે રમવામાં કંઇ ખોટું નથી. મારા માટે 2 પોઇન્ટ જરૂરી નથી, મારા માટે ક્રિકેટ રમની તુલનામાં જવાન વધુ મહત્વપૂર્ણ છે. દેશ પહેલાં આવે છે.'


તો બીજી તરફ ગત મહિને ભાજપની દિલ્હી એકમના એક વરિષ્ઠ નેતાએ જાણકારી આપતાં મીડિયાને જણાવ્યું હતું કે પૂર્વ ખેલાડી ગૌતમ ગંભીર રાજકારણમાં એન્ટ્રી મારવા અને દિલ્હીથી ચૂંટણી લડવાને લઇને 'ગંભીર' છે. તેમણે કહ્યું કે 'લોકસભા ચૂંટણી માટે થઇ રહેલી બેઠકોમાં ગંભીરને ભાગ લેવાનું શરૂ કરી દીધું છે. આ વર્ષે માર્ચમાં ડિફેંસ કોલોનીમાં રેસિડેન્ટ વેલફેર એસોસિએશન દ્વારા આયોજિત આ પ્રકારની બેઠકમાં ગૌતમ ગંભીરે ભાગ લીધો હતો. 


ખેલાડીઓઓનો રાજકારણ સાથે છે ગાઢ સંબંધ
ખેલાડીઓનો રાજકારણ સાથે ગાઢ અને જૂનો સંબંધ રહ્યો છે. રાજ્યવર્ધન સિંહ રાઠોર, કીર્તિ આઝાદ અને નવજોત સિંહ સિદ્ધૂ જેવા ખેલાડીઓ તો રાજકારણમાં પણ અનુભવી થઇ ગયા છે. આ વખતે લોકસભાની ચૂંટણી  (Lok sabha election 2019) માં ક્રિકેટર ગૌતમ ગંભીર (Gautam Gambhir) અને વિરેંદ્ર સહેવાગ (Virender Sehwag) જેવા નામ પણ સામે આવી શકે છે. 


ઓલંપિક રજત પદક વિજેતા અને કેંદ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોર ( Rajyavardhan Singh Rathore) એ કહ્યું કે મને લાગે છે કે ખેલાડીઓમાં દેશ માટે કંઇક કરવાની ઇચ્છા છે. ભલે તે રમતના મેદાન પર હોય કે પછી રાજકારણમાં. આ ભાવ તેમનામાં રહે છે. 16મી લોકસભામાં રાઠોર ઉપરાંત પૂર્વ ક્રિકેટર આઝાદ (ભાજપમાંથી ક્રોંગ્રેસમાં આવ્યા), પૂર્વ ફૂટબોલ કેપ્ટન પ્રસૂન બેનર્જી (તૃણમૂલ કોંગ્રેસ) અને રાષ્ટ્રીય સ્તરના નિશાનેબાજના નારાયણ સિંહ દેવ (બીજદ) સભ્ય છે. 


ડબલ ટ્રેપ નિશાનેબાજ રાઠોર 2017માં દેશમાં પહેલાં એવા ખેલમંત્રી રહ્યા છે. તે સૂચના અને પ્રસારણ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) પણ છે. તેમણે કહ્યું કે આ સારી વાત છે કે ખેલાડી પણ રાજકારણમાં સક્રિયા ભૂમિકા ભજવી રહ્યા છે. ખેલાડી હોવાના કારણે તે શિસ્તબદ્ધ અને પોતાના લક્ષ્ય પ્રત્યે એકાગ્ર રહે છે.


15મી લોકસભામાં કીર્તિ આઝાદ અને નારાયણ સિંહ દેવ ઉપરાંત પૂર્વ ક્રિકેટ કેપ્ટન અઝરૂદ્દીન (કોંગ્રેસ) અને નવજોત સિંહ સિદ્ધૂ (ભાજપ)ના સભ્ય હતા. અઝહર 2014માં પણ મુરાદાબાદથી ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા. બીજી તરફ નવજોત સિંહ સિદ્ધૂ 2014માં લોકસભાની ટિકીટ ન મળતાં રાજ્યસભ્યાના સભ્ય હતા. તે રાજ્યસભાની સદસ્યતા અને ભાજપ છોડીને હવે કોંગ્રેસમાં આવી ગયા છે. 


આ પહેલાં 2004માં એથલીટ જ્યોતિર્મય સિકદર પશ્વિમ બંગાળની કૃષ્ણાનગર સીટ પરથી ચૂંટણી જીત્યા હતા. પૂર્વ હોકી કેપ્ટન અસલમ શેર ખાન 1984માં લોકસભા સભ્ય હતા અને 1991માં પણ જીત્યા. ત્યારબાદ ચાર ચૂંટણી હારી ગયા. ક્રિકેટર ચેતન ચૌહાણ 1991 અને 1998માં અમરોહાથી ચૂંટણી જીત્યા. પૂર્વ હોકી કેપ્ટન દિલીપ ટિર્કી ઓડિશાથી રાજ્યસભા સભ્ય હતા. છ વખત વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરીકોમ પણ રાજ્યસભા સભ્ય રહ્યા. ક્રિકેટર રવીંદ્વ જાડેજાની પત્ની રીવા સોલંકીએ ભાજપની સદસ્યતા લીધી છે. તે વિવાદાસ્પદ કર્ણી સેનાની મહિલા શાખાની અધ્યક્ષ પણ રહી ચૂકી છે. 


પૂર્વ ક્રિકેટર મોહમંદ કૈફ 2009માં કોંગ્રેસની ટિકીટ પર ઉત્તર પ્રદેશના ફૂલપુરથી ચૂંટણી લડ્યા પરંતુ હારી ગયા. જાણિતા ફૂટબોલર બાઇચૂંગ ભૂટિયા 2014માં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર હતા પરંતુ હારી ગયા. પૂર્વ રાષ્ટ્રીય તરણ ચેમ્પિયન અને અભિનેત્રી નફીસા અલી 2004માં કોંગ્રેસ અને 2009માં સપાની ઉમેદવાર રહી પરંતુ બંનેવાર હારી ગઇ.