Gautam Gambhir New Head Coach: ગૌતમ ગંભીર હવે ટીમ ઈન્ડિયાના નવા કોચ બની ગયા છે. ગંભીરે રાહુલ દ્રવિડની જગ્યા લીધી છે. જેમણે ટી20 વિશ્વ કપ 2024માં ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવી હતી. ગૌતમ ગંભીરના હેડ કોચ બન્યા બાદ હવે ટીમ ઈન્ડિયા પોતાની પહેલી સિરીઝ શ્રીલંકા સામે રમશે. જેને લઈને ટીમ ઈન્ડિયા શ્રીલંકાનો પ્રવાસ ખેડશે. હવે ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ બન્યા બાદ ગૌતમ ગંભીર સામે આ 3 મોટા પડકારો ઊભા થવાના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. WTC ફાઈનલ જીતાડવી
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ વર્ષ 2025માં રમાશે. આ વખતે ગૌતમ ગંભીર સામે ટીમ ઈન્ડિયાને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ જીતાડવી એ મોટો પડકાર રહેશે. ટીમ ઈન્ડિયા અનેકવાર ફાઈનલ સુધી પહોંચી છે પરંતુ ફાઈનલમાં જઈને ટીમ હારે છે. આવામાં આ વખતે ગંભીર પોતાના કોચિંગમાં ટીમ ઈન્ડિયાને પહેલીવાર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ખિતાબ જીતાડવા ઈચ્છશે. 


2. ICC ચેમ્પિયન્સ ટ્રોફી
આઈસીસી ચેમ્પિયન્સશીપ 2025ની મેજબાની પાકિસ્તાન કરવાનું છે. ગૌતમ ગંભીરના કોચિંગમાં ટીમ ઈન્ડિયા આ પહેલી આઈસીસી ટુર્નામેન્ટ રમશે. આવામાં ગંભીર સામે ટીમ ઈન્ડિયાને પોતાના કોચિંગમાં પહેલી આઈસીસી ટ્રોફી જીતાડવી એ પડકાર રહેશે. છેલ્લે ભારતીય ટીમે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ એમએસ ધોનીની કેપ્ટનશીપમાં વર્ષ 2013માં જીતી હતી. 


3 T20 WC 2026 માટે ટીમ તૈયાર કરવી
હવે ટી20 વિશ્વ કપ વર્ષ 2026માં રમાશે. જેને લઈને ગૌતમ ગંભીરે એક નવી અને યુવા ટીમ તૈયાર કરવી પડશે. જેની તૈયારી ગંભીર શ્રીલંકાના પ્રવાસથી જ શરૂ કરવાના છે. ટી20 વિશ્વ કપ 2024 બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા જેવા સીનિયર ખેલાડી ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરી ચૂક્યા છે. આવામાં હવે ગંભીરે યુવા ખેલાડીઓ સાથે તાલમેળ બેસાડવો પડશે. જે આગામી વિશ્વ કપમાં આ સીનિયર ખેલાડીઓની કમીને પૂરી કરી શકે. 


કોણ બનશે કેપ્ટન?
ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી રોહિત શર્માએ નિવૃત્તિ લીધા બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે આખરે ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન કોણ બનશે. જો કે આ યાદીમાં હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ અને શ્રેયસ ઐય્યર જેવા ખેલાડીઓના નામ સામે આવી રહ્યાં છે. હાલ ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની કમાન શુભમન ગિલના હાથમાં છે.