નવી દિલ્હીઃ વર્ષ 2011માં એમએસ ધોની દ્વારા ફટકારવામાં આવેલા વિજયી છગ્ગા માટે 'ઝનૂન'ને લઈને ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન ગંભીરે સોશિયલ મીડિયા પર નિશાન સાધ્યું છે. ગંભીરે કહ્યું કે, ટૂર્નામેન્ટ ટીમ અને સપોર્ટ સ્ટાફના સહયોગથી જીતી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ કપ 2011ની જીતને નવ વર્ષ પૂરા થવા પર ક્રિકેટ વેબસાઇટે ધોનીની તે તસવીરને પોસ્ટ કરી હતી. તે વેબસાઇટે તેને કેપ્શન આપ્યું હતું- તે શોટ જેણે કરોડો લોકોને ખુશીથી નાચવા માટે મજબૂર કરી દીધા. ગંભીરને આ વાત પસંદ પડી નથી.


વિશ્વકપ ફાઇનલની વાત કરીએ તો ગંભીર ભારતીય ટીમનો મહત્વનો ખેલાડી રહ્યો છે. વર્ષ 2007માં ટી20 વિશ્વકપમાં તેણે પાકિસ્તાન વિરુદ્ધ પણ અડધી સદી ફટકારી હતી. તેણે 2011ના ટાઇટલના મુકાબલામાં 97 રનની ઈનિંગ રમી હતી. જ્યારે ટીમને જરૂર હતી તો આ ડાબા હાથના બેટ્સમેને શાનદાર પ્રદર્શન કર્યું હતું. 


તેની ઈનિંગે ભારતને 275 રનનો લક્ષ્ય હાસિલ કરવામાં મદદ કરી હતી. ભારતીય ટીમે વિરેન્દ્ર સહેવાગ અને સચિન તેંડુલકરની વિકેટ જલદી ગુમાવી દીધી હતી પરંતુ ત્યારબાદ ગંભીરે પહેલા વિરાટ કોહલી અને એમએસ ધોનીની સાથે ઉપયોગી ભાગીદારી કરી હતી. વીરૂ પ્રથમ ઓવરમાં આઉટ થયો તો સચિન 18 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. તેણે કોહલીની સાથે 83 અને ધોનીની સાથે 99 રન જોડ્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર