નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીને હવે પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે વળતો જવાબ આપ્યો છે. એટલુ જ નહીં, તેણે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન, સેના પ્રમુખ કમર બાજવા અને આફ્રિદીને જોકર પણ કહી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આફ્રિદીનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ડરપોક કહેતો જોવા મળી રહ્યો છે. આફ્રિદીના આ વીડિયોની ઘણી ક્લિપ છે જેને ઘણા યૂઝરોએ કટ કરીને શેર કરી છે. હવે ગંભીરે પણ તેના અંદાજમાં આફ્રિદીને જવાબ આપ્યો છે. 


ઇસ્ટ દિલ્હીથી લોકસભા સાંસદ ગંભીરે લખ્યુ, 'પાકિસ્તાનની પાસે 7 લાખ જવાન છે અને 20 કરોડ લોકો તેની પાછળ ઉભા છે, તેવુ કહેવુ છે 16 વર્ષના વ્યક્તિ શાહિદ આફ્રિદીનુ. છતા પણ કાશ્મીર માટે 70 વર્ષથી ભીખ માગી રહ્યા છે. આફ્રિદી, ઇમરાન અને બાજવા જેવા જોકર ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી વિરુદ્ધ ઝેર ઓકી શકે છે જેથી પાકિસ્તાનના લોકોને બેવકૂફ બનવતા રહે પરંતુ નિર્ણયના એક દિવસ સુધી કાશ્મીર નહીં મળે. યાદ છે ને બાંગ્લાદેશ.'


કોરોનાઃ પતિ શોએબ મલિકથી દૂર સાનિયા મિર્ઝાએ કહ્યું- ખબર નથી હવે પુત્ર ક્યારે પિતાને જોઈ શકશે

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર આ પ્રકારનું ઝેર કાશ્મીરને લઈને પહેલા પણ ઓકતા રહ્યા છે. આ પહેલા જાવેદ મિયાંદાદે પણ વિવાદિત નિવેદનો આપ્યા હતા.