નવી દિલ્હીઃ ગૌતમ ગંભીરે અંબાતી રાયડૂની અચાનક નિવૃતી માટે બીસીસીઆઈના પસંદગીકારોને જવાબદાર ઠેરવ્યા છે. પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પસંદગીકારના વલણને શરમનજક ગણાવ્યા છે. ગંભીરનું કહેવું છે કે પસંદગીકારો દ્વારા નજરઅંદાજ કરવાને કારણે રાયડૂએ નિવૃતીની જાહેરાત કરી છે. 33 વર્ષીય રાયડૂએ બુધવારે નિવૃતી લેવાની જાહેરાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય પસંદગીકારોએ વિશ્વ કપ માટે અંબાતી રાયડૂને 15 સભ્યોની ટીમમાં સામેલ કર્યો નહતો. તેને રિઝર્વ ખેલાડીઓમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ શિખર ધવન અને વિજય શંકર ઈજાગ્રસ્ત હોવા છતાં તેને તક ન આપી. તેનાથી પરેશાન થઈને રાયડૂએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી છે. 



ENG vs NZ: વિશ્વકપ-2019મા જો રૂટના 500 રન પૂરા, બન્યો પ્રથમ ઇંગ્લિશ ક્રિકેટર


પૂર્વ ક્રિકેટર અને સાંસદ ગંભીરે આ મામલા પર ટ્વીટ કર્યું. તેણે લખ્યું, 'મને લાગે છે કે આ વિશ્વકપમાં પસંદગીકાર પૂરી રીતે નિરાશ હશે. રાયડૂની નિવૃતી લેવાનું કારણ આ છે. પૂર્વ ઓપનરે પસંદગીકારો પર હુમલો કરતા કહ્યું, ત્યાં સુધી કે 5 પસંદગીકારોએ મળીને એટલા રન બનાવ્યા હશે, જેટલા રાયડૂએ પોતાના કરિયરમાં બનાવ્યા છે. તેણે નિવૃતી લેતા હું નિરાશ છું.' અંબાતી રાયડૂએ ભારત માટે અત્યાર સુધી 55 મેચ રમી છે, જેમાં તેણે 47.05ની એવરેજથી 1694 રન બનાવ્યા છે. તેણે ત્રણ સદી અને 10 અડધી સદી ફટકારી છે. 



ગૌતમ ગંભીરે આગળ કહ્યું, 'વિશ્વ કપમાં ઈજાની વચ્ચે રિષભ પંત અને મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યા. રાયડૂની જગ્યાએ ગમે તે હોય તેને ખોટુ લાગે. તેના જેવા ક્રિકેટરે આઈપીએલ અને દેશ માટે સારૂ કર્યું છે. તેણે કહ્યું, ત્રણ સદી અને 10 અડધી સદી ફટકાર્યા છતાં જો એક ખેલાડીએ નિવૃતી લેવી પડે તો આ ભારતીય ક્રિકેટ માટે ખરાબ સમય છે.'