નવી દિલ્હી: ભલે દિલ્હીના ક્રિકેટર ગૌતમ ગંભીર હાલ ટીમ ઇન્ડીયાનો ભાગ ન હોય, પરંતુ તે સતત ચર્ચામાં રહે છે. ગૌતમ ગંભીરના ચર્ચામાં હોવાનું કારણ ક્રિકેટ નહી, પરંતુ સમાજ માટે અને માનવતા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે. ગૌતમ ગંભીરે પોતાના દેશભક્ત નિવેદનો, પોતાની ચેરિટી અને સમાજ માટે કરી રહેલા કામોને લઇને મીડિયામાં છવાયેલા રહે છે. હવે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર ગૌતમ ગંભીરની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં ગૌતમ ગંભીર એક મહિલા તરીકે જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં ગૌતમના માથા પર ચાંદલો લગાવેલો છે અને પછી માથા પર દુપટ્ટો ઓઢેલો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે ગૌતમ ગંભીર 'હિઝડા હબ્બા'ના સાતમા એડિશનના ઉદઘાટન માટે અહીં આવ્યા હતા, જે શેમારી સોસાયટીએ ઓર્ગેનાઇઝ કરી હતી. જ્યારે ગૌતમ અહીં પહોંચ્યા તો આ લોકોની માફક ડ્રેસઅપ થયો. અને આ પ્રકારે ડ્રેસઅપમાં ગૌતમ ગંભીરના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.


ગૌતમ ગંભીરનું માનવું છે કે 'ટ્રાંસજેંડરને ભેદભાદનો સામનો કરવો પડે છે અને મોટાભાગે હિંસાનો શિકાર બને છે. તેમણે કહ્યું કે આ લોકો પોતાનાથી અલગ અથવા કંઇપણ સમજતા પહેલાં આપણે ફક્ત એટલું જ યાદ રાખવું જોઇએ કે આ બધા સૌથી પહેલા માણસ છે. 


ટ્વિટર પર લોકોએ ગૌતમની આ પહેલને જોરદાર વખાણી છે. ફેન્સે સોશિયલ મીડિયા પર ગૌતમ ગંભીરની પ્રશંસા કરતાં લખ્યું છે કે એક દિલને વારંવાર જીતવું કોઇ ગૌતમ ગંભીર પાસેથી શીખે.






તમને જણાવી દઇએ કે રક્ષા બંધનના અવસરે પણ ગૌતમ ગંભીરે ટ્રાંસજેડર માટે પહેલ કરી હતી. ગૌતમ ગંભીરે રક્ષા બંધનના અવસર પર ટ્રાંસજેંડર અભિના અને સિમરન શેખ પાસેથી પોતાના હાથ પર રાખડી બંધાવી હતી અને તેને ગર્વ ગણાવ્યું હતું. તેમણે ટ્વિટર પર તેનો ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે હું આમને અપનાવ્યા છે કે જેવા તે છે. શું તમે? 



તમને જણાવી દઇએ કે આ કોઇ પહેલીવાર નથી જ્યારે કોઇ ખાસ ગેસ્ચર વડે ગૌતમ ગંભીરે લોકોનું દિલ જીતી લીધું છે અને તેમને પોતાના બનાવ્યા છે. દેશ માટે શહીદ થયેલા સૈનિકોના બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવીને પણ ગૌતમ ગંભીર એક ઉદાહરણ પુરૂ પાડી ચૂક્યા છે. આ અવસર સાથે દેશની વિરૂદ્ધ બોલનારા પણ પોતાન તર્કોથી ગૌતમ ગંભીરે ચૂપ કરાવ્યા છે.