નવી દિલ્હીઃ ભારતીય ટીમમાંથી બહાર રહેલા ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે રક્ષાબંધનનો તહેવાર ખાસ અંદાજમાં મનાવ્યો છે. સાથે તેણે ભાઈ-બહેનના આ પવિત્ર તહેવાર પર તમામ દેશવાસિઓને એક સારો સંદેશો આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિવારે દેશભરમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. ગૌતમ ગંભીરે પણ માનવતાનું એક મોટુ ઉદાહરણ રજૂ કરતા ટ્રાન્સજેન્ડરો પાસે રાખડી બંધાવી છે. 


આ રીતે ગૌતમ ગંભીરે તેમને પણ રક્ષાબંધન ઉજવવાની તક આપી. ગંભીરે બે ટ્રાન્સજેન્ડરોને પોતાની બહેન બનાવી છે. તેણે રક્ષાબંધનના અવસરે અબીના અહર અને સિમરન શેખ નામની ટ્રાન્સજેન્ડરો પાસેથી રાખડી બંધાવીને એક સારો સંદેશ આપ્યો છે. 


ગંભીરે પોતાના સોશિયલ મીડિયા પર ફોટા પણ શેર કર્યા છે, જેમાં તેની સાથે અબીના અને સિમરન પણ હાજર છે. ગંભીરે ફોટો શેર કરવાની સાથે એક દિલને પસંદ આપનારૂ કેપ્શન લખ્યું. 


ગંભીરે લખ્યું, આનું પુરૂષ કે મહિલા હોવાનો મતલબ નથી. આ માનવતાનું મહત્વ છે. ટ્રાન્સજેન્ડર સબ્રા અબીના અને સિમરન શેખની રાખડીનો પ્રેમ મારા હાથમાં છે, જેનો મને ગર્વ છે. મેં તેમનો સ્વીકાર કરી લીધો. શું તમે? 



2007ના ટી20 વર્લ્ડ કપ અને 2011ના વનડે વિશ્વકપમાં ભારતની જીતનો મુખ્ય સૂત્રાધાર રહેલા ગૌતમ ગંભીરે 58 ટેસ્ની 104 ઈનિંગમાં 4154 રન બનાવ્યા છે. તેમાં 9 સદી અને 22 અર્ધસદી સામેલ છે. ગંભીરે 147 વનડે મેચમાં કુલ 5238 રન બનાવ્યા છે. જેમાં 11 સદી અને 34 અર્ધસદી સામેલ છે.