નવી દિલ્હીઃ 70માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર શુક્રવારે ભારત સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. કુલ 112 હસ્તિઓને પદ્મ પુરસ્કાર આપવાનું એલાન કરવામાં આવ્યું હતું. આ યાદીમાં પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરનું નામ પણ સામેલ છે. ગૌતમ ગંભીર  સહિત 94 લોકોને પોતાના ક્ષેત્રમાં વિશેષ યોગદાન માટે પદ્મ શ્રી એવોર્ડ આપવાની જાહેરાત થઈ હતી. એવોર્ડ મળ્યા બાદ ગૌતમ ગંભીરે ટ્વીટ કરીને આભાર વ્યક્ત કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


બછેન્દ્રી પાલને પદ્મભૂષણ, ગંભીર અને છેત્રી સહિત 8 ખેલાડીઓને પદ્મશ્રી 


ગંભીરે ટ્વીટ કરીને કહ્યું, આ એક સન્માન છે અને હું તેને આભાર વ્યક્ત કરતા સ્વીકાર કરુ છું. પરંતુ આ સન્માનની સાથે જવાબદારીઓ પણ આવે છે. હું તે દિવસ માટે જીવી રહ્યો છે જ્યારે માણસ તરીકે ગૌતમ ગંભીર, ક્રિકેટ ગૌતમ ગંભીરને હરાવી દેશે. તે મારો દિવસ હશે, ખુદને એવોર્ડ હશે. 



મહત્વનું છે કે ગૌતમ ગંભીરે ક્રિકેટમાંથી હાલમાં નિવૃતી લીધી હતી. તેણે પોતાના કરિયરમાં 58 ટેસ્ટ મેચોની 104 ઈનિગંમાં 4154 રન બનાવ્યા હતા. 147 વનડેની 143 ઈનિંગમાં તેણે 5238 રન બનાવ્યા છે. આ સિવાય 37 ટી20 મેચોની 36 ઈનિંગમાં ગંભીરે 932 રન બનાવ્યા હતા. ગંભીરે ટેસ્ટમાં 9 અને વનડેમાં 11 સદી ફટકારી હતી.