બૉયકોટ અને સ્ટ્રોસનું નાઇટહુડથી સન્માન કરવામાં આવ્યું
ઈંગ્લેન્ડના દિગ્ગજ ક્રિકેટરો જેફ્રી બૉયકોટ અને એંડ્રૂ સ્ટ્રોસને ટેરેજા મેએ રાજીનામાની સાથે પોતાની સન્માન યાદીમાં નાઇડહુડ માટે સામેલ કર્યાં છે.
લંડનઃ ઈંગ્લેન્ડના દિગ્ગજ ક્રિકેટરો જેફ્રી બૉયકોટ અને એંડ્રૂ સ્ટ્રોસને ટેરેજા મેએ રાજીનામાની સાથે પોતાની સન્માન યાદીમાં નાઇડહુડ માટે સામેલ કર્યાં છે. ઈંગ્લેન્ડ ક્રિકેટની સાથે શાનદાર કરિયર બાદ રમત પ્રત્યે સેવાઓ માટે બૉયકોટ અને સ્ટ્રોસને આ સન્માન મળ્યું છે.
ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના મુખ્ય કાર્યકારી ટોમ હેરિસને નિવેદનમાં કહ્યું, 'અમને તેનાથી વધુ ખુશી ન હોઈ શકે કે સર એંડ્રૂ રમતના અન્ય દિગ્ગજ ખેલાડીઓની યાદીમાં સામેલ થશે જેમને તેમની સિદ્ધિઓ માટે નાઇટહુડ આપવામાં આવ્યું.'
તેમણે કહ્યું, 'સર જેફ્રી બૉયકોટને પણ દિલથી શુભકામનાઓ, ક્રિકેટમાં લાંબા કરિયર અને રમત પ્રત્યે જનૂની પ્રતિબદ્ધતા માટે તેમનું સન્માન કરવામાં આવ્યું.'
બૉયકોટે ઈંગ્લેન્ડ તરફથી 1964થી 1982 વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાં 47.72ની એવરેજથી 8114 રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડ અને મિડલસેક્સના પૂર્વ બેટ્સમેન સ્ટ્રોસે 2004થી 2012 વચ્ચે 100 ટેસ્ટમાં 7037 રન બનાવ્યા છે. સ્ટ્રોસની આગેવાનીમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2009 અને 2010-11મા એશિઝ સિરીઝ જીતી હતી.