નવી દિલ્હીઃ સ્કોટલેન્ડના બેટ્સમેન જોર્જ મુંસે ઈતિહાસ રચતા ગ્લોસેસ્ટરશર સેકન્ડ ઇલેવન ટીમ માટે રમતા ન માત્ર 25 બોલ પર સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો પરંતુ એક ઓવરમાં છ સિક્સ ફટકારવાની પણ કારનામું કર્યું હતું. ગ્લોસેસ્ટરશાયર સેકન્ડ ઇલેવન અને બાથ સીસી વચ્ચે એક બિનસત્તાવાર ટી20 મેચમાં મુંસેએ 39 બોલ પર 147 રન બનાવ્યા હતા. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંસેના ભાગીદાર જીપી વિલોજે પણ 53 બોલમાં સદી ફટકારી પરંતુ મુંસેએ ખાસ સિદ્ધિ મેળવી હતી. મુંસેએ પોતાની ઈનિંગમાં 5 ચોગ્ગા અને 20 છગ્ગા ફટકાર્યા હતા. પોતાની આ ઈનિંગ દરમિયાન મુંસેએ એક ઓવરમાં છ છગ્ગા પણ ફટકાર્યા હતા. 



મુંસેની શાનદાર ઈનિંગની વાત કરીએ તો તેણે પોતાની અડધી સદી પૂરી કરવા માટે 17 બોલનો સહારો લીધો. ત્યારબાદ અડધી સદીથી તે સદી તરફ આગામી આઠ બોલમાં પહોંચી ગયો. ગ્લોસેસ્ટરશરની ટીમે આ બંન્નેની દમદાર ઈનિંગની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 326/3 રનનો ચોંકાવનારો સ્કોર બનાવ્યો હતો.