નવી દિલ્હીઃ જર્મનીનો ટેનિસ પ્લેયર એલેક્જેન્ડર ઝેવેરેવ વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં મિલોસ રાઓનિકની વિરુદ્ધ સોમવારે હારીને બહાર થઈ ગયો હતો. ચોથી સીડ ઝેવેરેવને મેલબોર્નમાં રમાયેલા ચોથા રાઉન્ડના મેચમાં રાઓનિકે 6-1, 6-1, 7-6થી હરાવી દીધો હતો. યુવા ખેલાડી ઝેવેરેવે મેચ દરમિયાન પોતાના મગજ પર કાબુ ગુમાવ્યો અને તેણે પોતાનું રેકેટ જોરથી પછાડ્યું જેથી તે તૂટી ગયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝેવેરેવે હાર બાદ કહ્યું, હા તેનાથી મારા દિલને શાંતિ મળી. હું તે સમયે ખૂબ ગુસ્સામાં હતો અને મારો ગુસ્સો બહાર કાઢવા માંગતો હતો. તે બીજા સેટમાં પણ 1-6થી હારી ગયો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તેણે પહેલા પણ આમ કર્યું છે તો હસીને પત્રકારોને કહ્યું- લગભગ તમે મારી મેચ જોઈ નથી. તમે પહેલા મારી મેચ જુઓ. 



વીડિયોમાં જોઈ શકાય છે કે, ઝેવેરેવ પોતાનું રેકેડ 8 વખત પછાડે છે. આ જોઈને ત્યાં હાજર બોલ કિડ પણ ડરી જાય છે. આ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારબાદ ઝેવેરેવને ચેયર અમ્પાયર કાર્લોસ રામોસે ચેતવણી આપી હતી. વર્ષ 2012માં માર્કોસ બગદાતિસે એક બાદ એક કરીને 4 રેકેટ તોડ્યા હતા. ત્યારે તેના પર 1250 અમેરિકન ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો.