Mohammed Shami Fitness Secret: ગુજરાત ટાઇટન્સ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ આઈપીએલ 2023માં તેની ધુંઆધાર બોલિંગથી રેકોર્ડ સર્જી દીધા છે. જો કે હાલ શમી તેની બોલિંગ ઉપરાંત ગુજરાતી ફુડને લઈને કરેલી વાતના કારણે પણ ચર્ચામાં છે. શમીએ છેલ્લે રમાયેલી સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં શાનદાર બોલિંગ કરી હતી અને 21 રનમાં 4 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ રવિ શાસ્ત્રી સાથે ચર્ચા દરમિયાન તેણે ગુજરાત અને ગુજરાતી ફુડ વિશે ટિપ્પણી કરી હતી. 
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


World Cup માં બુમરાહની જગ્યા લેશે આ ખૂંખાર ફાસ્ટ બોલર, વિરોધીઓને રીતસર પડાવશે બૂમ!


રોમાંચક મેચમાં લખનઉ સામે 5 રને હાર્યું મુંબઈ ઈન્ડિયન્સ, સ્ટોયનિસની મેચ વિનિંગ ઈનિંગ


વિરાટ કોહલીએ કરી મોટી ભવિષ્યવાણી, આ ખેલાડીને ગણાવ્યો ટીમ ઈન્ડિયાનો ફ્યૂચર સ્ટાર
 


શમીએ આઈપીએલ 2023માં 13 મેચમાં 23 વિકેટ ઝડપી છે અને તે પર્પલ કેપ પણ ધરાવે છે. શમી આઈપીએલ 2023માં પોતાના શાનદાર પ્રદર્શનથી ક્રિકેટ ચાહકોનું દિલ જીતી રહ્યો છે. જો કે ગુજરાતી ફુડ અંગે તેણે જે વાત કરી તેના કારણે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. 


 


સનરાઇઝર્સ હૈદરાબાદ સાથેની મેચ બાદ રવિ શાસ્ત્રીએ હળવા અંદાજમાં મોહમ્મદ શમીને તેની ડાયટ વિશે પૂછ્યું હતું. રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ગરમી સતત વધી રહી છે અને દોઢ મહિના સુધી IPLમાં રમ્યા પછી પણ તે પહેલા કરતા વધુ ફિટ દેખાય છે તો તે કઈ ડાયટ ફોલો કરે છે. શમીએ તુરંત જવાબ આપ્યો હતો કે તે ગુજરાતમાં છે તો તેને તેનું ભોજન મળતું નથી પરંતુ તે ગુજરાતી ફૂડ માણી રહ્યો છે.  


 


સાથે જ શમીએ ઉમેર્યું હતું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ ફાસ્ટ બોલરોને મદદ કરતી હતી અને બોલ પણ સારી રીતે સ્વિંગ કરી રહ્યો હતો. સાથે જ તેણે યોગ્ય લાઇન અને લેન્થ પર બોલિંગ કરવા પર ફોકસ કર્યું હતું, જેના કારણે બેટ્સમેન માટે શોટ રમવા મુશ્કેલ થયા હતા. શમીના પ્રદર્શનથી ગુજરાત ટાઇટન્સને પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં મદદ મળી અને તે સતત બીજી વખત પ્લેઓફમાં પહોંચનારી IPLની પ્રથમ ટીમ બની.