નવી દિલ્હીઃ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના ફાસ્ટ બોલર ઉમેશ યાદવે કહ્યું કે, ભારતીય ટીમમાંથી કેટલાક મેચો બાદ અંદર-બહાર કરવાથી તેનું મનોબળ નીચું આવ્યું અને તેનું ફોર્મ ખરાબ થયું જેને હાલની આઈપીએલ સિઝનમાં સ્પષ્ટ રૂપથી જોઈ શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉમેશ યાદવ ભારતન વિશ્વ કપની ટીમમાં નથી. તેણએ કહ્યું કે, તેના માટે કશું યોગ્ય થઈ રહ્યું નથી અને વધતા દબાવથી તેની બોલિંગની ચોકસાઈ અને લય પર અસર પડી છે. 


ઉમેશે કહ્યું, દરેક કહી રહ્યાં છે કે હું સારી બોલિંગ કરી રહ્યો નથી અને તે કેમ થઇ રહ્યું છે? કારણ કે છેલ્લા બે વર્ષમાં મેં ડોમેસ્ટિક સ્તર પર તમામ ફોર્મમાં રમવાનું ચાલું રાખ્યું પરંતુ તેમ છતાં મેં એટલી વનડે કે ટી20 મેચ રમી નથી. મને માત્ર બે કે ત્રણ મેચ માટે પસંદ કરવામાં આવે છે અને ફરી ટીમની બહાર કરી દેવામાં આવે છે. 


તેણે કહ્યું, દરેક વિચારી રહ્યાં છે કે હું મારૂ સર્વશ્રેષ્ઠ આપી રહ્યો નથી પરંતુ એવું નથી. આવું પ્રત્યેક ફાસ્ટ બોલર માટે હોય છે. ઉમેશે કહ્યું, તેની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે, કારણ કે તે દરેક બોલરના જીવનનો ભાગ છે. ક્યારેક અમારા માટે દિવસ સારો કે ખરાબ હોય છે. મને લાગે છે કે આ એવો સમય છે જ્યાં ચારથી છ મહિનાથી હું એટલી ચોકસાઈપૂર્વક બોલિંગ કરી શકતો નથી. ઉમેશે પોતાની છેલ્લી વનડે 24 ઓક્ટોબરના વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ રમી હતી.