મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું માનવું છે કે વિરાટ કોહલીએ પોતાના ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કરતા તેને વધુ તક આપવાની જરૂર છે. ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે, જ્યાં તે બે મેચોની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. પ્રથમ ટેસ્ટ મેચ એન્ટીગામાં રમાઇ રહી છે. 'ક્રિકઇન્ફો'એ ગાંગુલીના હવાલાથી જણાવ્યું, 'હું સમજુ છું કે આ ક્ષેત્રમાં વિરાટને વધુ સાતત્યતા લાવવાની જરૂર છે. ખેલાડીઓને પસંદ કરો અને તેને તક આપો.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંગુલીએ કહ્યું, 'ખેલાડીઓને સતત તક આપવાથી તેનો આત્મવિશ્વાસ વધશે અને તે લયમાં આવશે. મેં પહેલા પણ તે કહ્યું છે. તમે શ્રેયસ અય્યરને જુઓ, તેણે વનડે સિરીઝમાં કેટલુ સારૂ પ્રદર્શન કર્યું, તમારે તેને તક આપવી પડશે. હું સમજુ છું કે ઘણા ખેલાડીઓની સાથે આણ કરવું જોઈએ અને મને વિશ્વાસ છે કે વિરાટ આમ કરશે.'


વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વિરાટે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને તર આપી. ગાંગુલીએ તેના પર કહ્યું, 'કુલદીપને બહાર થવાથી મને ખુબ આશ્ચર્ય થયું. સિડનીમાં સપાટ વિકેટ પર પણ તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચ વિકેટ ઝડપી, પરંતુ જાડેજા સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. કાલે એન્ટીગાના મેદાન પર ત્રણ ફાસ્ટ બોલરોની જરૂર હતી કારણ કે આપણે જોયું કે, તેને કેટલી સારી સીમ મૂવમેન્ટ મળી.'

જયપુર એરપોર્ટ પર નવા લુકમાં જોવા મળ્યો ધોની, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ 


ગાંગુલીએ કહ્યું, 'અશ્વિનનો રેકોર્ડ પણ શાનદાર છે, પરંતુ વિરાટે નિર્ણય લીધો અને આવનારા દિવસોમાં આપણને ખ્યાલ આવશે કે જાડેજા આ પિચ પર કેટલી વિકેટ ઝડપે છે.'