હૈદરાબાદઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, યુવા ક્રિકેટર પૃથ્વી શોની કોઈ અન્ય ક્રિકેટર સાથે તુલના ન થવી જોઈએ અને તેને એક ક્રિકેટરના રૂપમાં વિકસિત થવા દેવો જોઈએ. શોએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રાજકોટમાં પોતાના પર્દાપણ મેચમાં 134 રન બનાવ્યા, ત્યારબાગ તેની સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગ સાથે તુલના થવા લાગી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચના એક દિવસ પહેલા પત્રકાર પરિષદમાં કોહલીએ કહ્યું, મને નથી લાગતું કે તેને લઈને હજુ કોઈ નિર્ણય પર પહોંચી જવું જોઈએ. તમારે આ યુવા ખેલાડીને પોતાની ક્ષમતા અનુસાર આગળ વધવા માટે પર્યાપ્ત સ્થાન આપવું જોઈએ. તે ખૂબ પ્રતિભાશાળી છે અને દરેકે જોયું કે તે કૌશલ્યથી પરિપૂર્ણ છે. 


તેણે કહ્યું, અમે નિશ્ચિત રૂપે ઈચ્છીએ કે તેણે પ્રથમ મેચમાં જે પ્રદર્શન કર્યું તેનું પુનરાવર્તન કરે. તે શિખવા માટે ઈચ્છુક છે અને ઝડપી છે. તે પરિસ્થિતિનો સારી રીતે અભ્યાસ કરે છે. અમે બધા તેના માટે ખુશ છીએ. 


કોહલીએ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીર સાથે પણ સહમતિ વ્યક્ત કરી, જેણે બુધવારે કહ્યું હતું કે લોકોએ પૃથ્વીની તુલના વીરૂ સાથે ન કરવી જોઈએ. 


કોહલીએ કહ્યું, આપણે ક્યારેય તેની તુલના અન્ય સાથે ન કરવી જોઈએ. આપણે તેને એવી સ્થિતિમાં ન રાખવો જોઈએ જ્યાં તે દબાવનો અનુભવ કરે. આપણે તેને તે સ્થાન આપવાની જરૂર છે જ્યાં તે તેની રમતનો આનંદ માણે અને ધીરે-ધીરે એવા ખેલાડીના રૂપમાં તૈયાર થાય જેમ આપણે ઈચ્છીએ છીએ. 


આઈપીએલ, ભારત-એના પ્રવાસ અને અન્ડર-19 ટૂર્નામેન્ટના સીધા પ્રસારણથી યુવા ઝડપથી પોતાની ઓળખ બનાવી રહ્યાં છે અને કોહલીએ સ્વીકાર કર્યો કે હવે તે દબાવ સહન કરવા માટે સારી રીતે તૈયાર રહે છે. 



તેણે કહ્યું, નિશ્ચિત રૂપે આ એક કારણ હોઈ શકે છે કારણ કે તે આ માહોલમાં રમી ચુક્યા હોય છે, જેમાં આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ છે. પરંતુ દેશ માટે રમવું હંમેશા દબાવ હોય છે. જ્યારે તમે આ કેપ પહેરો છે ત્યારે થોડા નર્વસ રહે છો મને લાગે છે કે દરેક આ દબાવનો અનુભવ કરે છે. 


કોહલીએ કહ્યું, પરંતુ આ દબાવ 10-15 વર્ષ પહેલા જેવો નથી, જ્યારે તમને આ પ્રકારના ક્રિકેટ રમવાનો કોઈ અનુભવ ન હોય અને અચાનક તમને ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કરવાનું થતું હતું.