નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાએ પોતાની વનડે અને ટી20 ટીમની જાહેરાત કરી દીધી છે. સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલની બંન્ને ટીમમાં વાપસી થઈ છે જ્યારે બિગ બેશ લીગમાં શાનદાર પ્રદર્શન કરનાર માર્કસ સ્ટોઇનિસને ટીમમાં જગ્યા મળી નથી. ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકામાં 3 ટી20 અને ત્રણ વનડે મેચોની સિરીઝ રમશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાનારી ટી20 અને વનડે સિરીઝ માટે ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલની વાપસી થઈ છે. માનસિક બીમારીને કારણે ક્રિકેટમાંથી બ્રેક લીધા બાદ મેક્સવેલે બિગ બેશ લીગમાં વાપસી કરી હતી. બિગ બેશમાં 55ની એવરેજથી રન બનાવનાર ઓલરાઉન્ડર સ્ટોઇનિસ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ થયો નથી. 


79 બોલ પર 147 રનની ઈનિંગ રમતા તેણે લીગમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર પણ બનાવ્યો હતો. સ્ટોઇનિસને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના પસંદગીકાર ટ્રેવર હોન્સે ટીમની પસંદગી બાદ કહ્યું, 'સ્ટોઇનિસ અનલકી રહ્યો જે ટીમમાં જગ્યા બનાવી શક્યો નથી. કારણ કે ટોપ ઓર્ડર આ સમયે શાનદાર ફોર્મમાં છે. તે ખુબ શાનદાર છે કે તેના જેવો એક ખેલાડી અમારી પાસે બેકઅપ તરીકે છે.'


ઓસ્ટ્રેલિયાની ટીમ આફ્રિકાના પ્રવાસ પર પહેલા ટી20 અને પછી વનડે સિરીઝ રમશે. 21 ફેબ્રુઆરીથી પ્રવાસની શરૂઆત ટી20 મુકાબલાની સાથે થશે. 29 ફેબ્રુઆરીએ પ્રથમ વનડે મેચ રમાશે. 


IND vs NZ: રોહિતના સ્થાને વનડે ટીમમાં અયંક અગ્રવાલને તક, ટેસ્ટ ટીમની પણ જાહેરાત 


ઓસ્ટ્રેલિયાની ટી20 ટીમ
એરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, શીન એબોટ, એશ્ટન અગર, એલેક્સ કેરી, પેટ કમિન્સ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, ઝાય રિચર્ડસન, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, મેથ્યૂ વેડ, એડમ ઝમ્પા. 


ઓસ્ટ્રેલિયાની વનડે ટીમ
એરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, એશ્ટન અગર, એલેક્સ કેરી, મેથ્યૂ વેડ, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, માર્નસ લાબુશાને, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ,  કેન રિચર્ડસન, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર