તોફાની ઓલરાઉન્ડરનો દાવો, કહ્યું- આ વર્ષે કિંગ્સ ઇલેવન પંજાબ જીતી શકે છે IPL
ગ્લેન મેક્સવેલે એક ક્રિકેટ વેબસાઇટ સાથે વાત કરતા કહ્યું કે, `મને ચોક્કસપણે લાગે છે કે આ કિંગ્સ ઇલેવન પંજાબનો આઇપીએલ ટ્રોફી જીતવાનો સમય છે.
નવી દિલ્હીઃ સંયુક્ત અરબ અમીરાત (UAE)માં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી ઈન્ડિયન પ્રીમિય લીગ (IPL)ની 13મી સીઝનનું આયોજન થવાનું છે. આ સીઝનમાં ઘણી એવી ટીમ છે, જે પ્રથમવાર ટાઇટલ જીતવાના ઇરાદાથી ઉતરશે. આવી એક ટીમ છે, કિંગ્સ ઇલેવન પંજાબ, જે ક્યારેય ટ્રોફી જીતી શકી નથી. આ વચ્ચે ટીમના તોફાની ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે કહ્યુ કે, તેને લાગી રહ્યું છે કે આ વર્ષે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ આઇપીએલ ટાઇટલ જીતશે.
ગ્લેન મેક્સવેલે એક ક્રિકેટ વેબસાઇટ સાથે વાત કરતા કહ્યું કે, 'મને ચોક્કસપણે લાગે છે કે આ કિંગ્સ ઇલેવન પંજાબનો આઇપીએલ ટ્રોફી જીતવાનો સમય છે. તે અમારા માટે નજીક આવી રહ્યો છે, અમે છેલ્લા છેલ્લા છ વર્ષથી મહેનત કરી રહ્યાં છીએ અને હું ચોક્કસપણે આશા કરી રહ્યો છું કે આ વર્ષે મારા સિવાય અન્ય ખેલાડી પણ આ વિચારી રહ્યાં છે કે અમે આગળ જઈ શકીએ છીએ.'
મેક્સવેલની આ આશાવાદી ટિપ્પણીનું કારણ તે પણ છે કે કિંગ્સ ઇલેવન પંજાબે યૂએઈમાં વર્ષ 2014મા સારૂ પ્રદર્શન કર્યું હતું. તેણે કહ્યું, 'મને લાગે છે કે આ સારો સમય છે. કિંગ્સ ઇલેવનના રંગોમાં પરત આવવા ચોક્કસપણે સંયુક્ત અરબ અમીરાતમાં લોકોની સાથે જોડાવા અને જમીન પર દોડવાનો પ્રયાસ કરીશ. હું કેએલ રાહુલની સાથે રમવા આતુર છું, તેની વિરુદ્ધ રમવાની જગ્યાએ તેની સાથે રમીશ. તે દમદાર ખેલાડી છે.'
'ભારતને 2021 T20 વિશ્વકપમાં નથી ધોનીની જરૂર, તેના વગર પણ ટીમ જીતી શકે છે ટાઇટલ'
UAE દમદાર રહ્યું છે પંજાબનું પ્રદર્શન
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, વર્ષ 2014મા દરેક ટીમે યૂએઈમાં 5-5 મેચ રમી હતી. આ દરમિયાન પંજાબ માત્ર એવી ટીમ હતી, જેણે બધી મેચ જીતી હતી. જ્યારે રોહિતની આગેવાની વાળી મુંબઈની ટીમ એકપણ મેચ જીતી શકી નહતી. ખુદ ગ્લેન મેક્સવેલે 5 મેચોમાં 300થી વધુ રન બનાવ્યા હતા, જેમાં ત્રણ અડધી સદી સામેલ હતી. યૂએઈ સુધી મેક્સવેલ આઈપીએલ 2014માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો, પરંતુ રોબિન ઉથપ્પાએ તેને પાછળ છોડી દીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube