ગોલ્ફર જ્યોતિ રંધાવાની ગેરકાયદે શિકારના મામલામાં ધરપકડ
ભારતના આંતરરાષ્ટ્રીય ગોલ્ફર જ્યોતિ સિંહ રંધાવાની ગેરકાયદે શિકારના મામલામાં ધરપકડ કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ ભારતના આંતરરાષ્ટ્રીય ગોલ્ફર જ્યોતિ સિંહ રંધાવાની ગેરકાયદેસર શિકારના મામલામાં ધરપકડ કરવામાં આવી છે. રંધાવને તેના સાથે મહેશ વિજદારની સાથે ઉત્તર પ્રદેશના મોતીપુર રેન્જના કતર્નિયાઘાટ વિસ્તારમાંથી અરેસ્ટ કરવામાં આવ્યો છે. પોલીસ બંન્નેની પૂછપરછ કરી રહી છે. કતર્નિયાઘાટના ડીએફઓ અને તેની ટીમ આ મામલે આગળની કાર્યવાહી કરી રહી છે.
તેની ગાડીમાંથી હથિયાર અને અન્ય ઉપકરણોના વન્ય જીવો સાથે જોડાયેલા અવશેષો પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે તેની પાસેથી એક A. 22 રાઇફલ પણ જપ્ત કરી છે.
દૂધવાના ફીલ્ડ ડાયરેક્ટર રમેશ પાંડેએ કહ્યું કે, રંધાવાની પાસે મોતીપુર વિસ્તારમાં એક ફાર્મ હાઉસ છે. છેલ્લા ત્રણ દિવસથી તે આ વિસ્તારમાં પોતાની ગાડીમાં ફરી રહ્યો હતો. તેના સ્ટાફનો વ્યવહાર શંકાસ્પદ હતો. મંગળવારે સવારે તે જંગલમાં દેખાયો હતો. હાલમાં તે આંતરરાષ્ટ્રીય શૂટિંગ ઇવેન્ટ્સમાં પણ ભાગ લઈ રહ્યો છે.