બ્રેન્ડન મેક્કુલમ છોડશે ક્રિકેટ, કેનેડા T-20 લીગ બાદ થશે નિવૃત

ટોરંટો નેશનલ્સ તરફથી રમી રહેલા 37 વર્ષના મેક્કુલમે 2016મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લીધી હતી, પરંતુ તે વિશ્વભરની ટી20 લીગમાં રમી રહ્યો હતો.
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમ ગ્લોબલ ટી-20 કેનેડા સમાપ્ત થયા બાદ સ્પર્ધાત્મક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતી લઈ લેશે. ટોરંટો નેશનલ્સ તરફથી રમી રહેલા 37 વર્ષના મેક્કુલમે 2016મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લીધી હતી, પરંતુ તે વિશ્વભરની ટી20 લીગમાં રમી રહ્યો હતો.
બ્રેન્ડન મેક્કુલમે 101 ટેસ્ટ મેચમાં 6453 રન બનાવ્યા, જેમાં 12 સદી અને 31 અડધી સદી નોંધાયેલી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 302 રન રહ્યો છે. તેણે 260 વનડેમાં 6083 રન બનાવ્યા, જેમાં પાંચ સદી અને 32 અડધી સદી સામેલ છે. તેણે 71 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 2141 રન બનાવ્યા છે. મેક્કુલમે ઓવરઓલ ટી-20માં અત્યાર સુધી 9922 રન બનાવ્યા છે. તો ટી20 ક્રિસ ગેલ (અત્યાર સુધી 12802) બાદ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.
મેક્કુલમે ટ્વીટ પર પોતાની નિવૃતીનું નિવેદન જાહેર કર્યું.
વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર