કોલકત્તાઃ ભારતીય આર્ચરીને ટોક્યો ઓલિમ્પિકની તૈયારીઓને તે સમય બળ મળ્યું જ્યારે આ રમતની વૈશ્વિક સંસ્થા વર્લ્ડ આર્ચરીએ ભારતીય આર્ચરી સંઘની ચૂંટણીના એક સપ્તાહની અંદર ગુરૂવારે તેના પર લાગેલો પ્રતિબંધ શરતો સાથે હટાવી દીધો છે. પ્રતિબંધ હટાવતા વિશ્વ આર્ચરીએ ભારતીય સંઘને આદેશ આપ્યો કે તે ખેલાડીઓની સદસ્યતાને લઈને પોતાના બંધારણમાં ફેરફાર કરે, સંચાલન સાથે જોડાયેલા મુદ્દાનો ઉકેલ લાવે અને વ્યૂહાત્મક યોજના તૈયાર કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે એએઆઈને આ મુદ્દા પર ત્રિમાસીક પ્રતિ રિપોર્ટ આપવાનું પણ કર્યું છે. વિશ્વ આર્ચરીએ એક નિવેદનમાં કહ્યું, 'સંસ્થાએ 18 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં થયેલી ચૂંટણી બાદ ભારતીય આર્ચરી સંઘ પર પ્રતિબંધ લાગેલો પ્રતિબંધ શરતો સાથે હટાવી દીધો છે. કાર્યકારી બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.'


નિવેદન અનુસાર, '23 જાન્યુઆરી 2020થી ભારતીય આર્ચરોને વિશ્વ આર્ચરીની સ્પર્ધામાં ભાગ લેવાની મંજૂરી હશે. મહાસંઘને નિર્દેશ આપવામાં આવે છે કે તે પોતાના બંધારણમાં ફેરફાર કરતા ખેલાડીની સદસ્યતા પર સ્થિતિ સ્પષ્ટ કરે, વ્યૂહાત્મક યોજના બનાવે અને સંચાલન સાથે જોડાયેલા મુદ્દાનો ઉકેલ લાવે.'


એએઆઈ પર પાંચ ઓગસ્ટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. ભારતીય આર્ચરોએ પ્રતિબંધને કારણે તટસ્થ ખેલાડીઓ તરીકે રમવું પડ્યું જેથી ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરવાની તેની સંભાવના પર સીધી અસર પડી હતી. ગુરૂવારે પ્રતિબંધ હટ્યા બાદ હવે ભારતીય આર્ચરો તિરંગા હેઠળ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્વતંત્ર હશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર