India vs Australia: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 5 ટેસ્ટ મેચોની સીરિઝની બીજી મેચ એડિલેટમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા સીરિઝમાં 1-0થી આગળ છે. ભારતે પર્થમાં પહેલી મેચ પોતાના નામે કરી હતી. એડિલેટ બાદ ત્રીજી ટેસ્ટ બ્રિસ્મેનમાં 14 ડિસેમ્બરથી શરૂ થશે. તેના પહેલા ટીમ ઈન્ડિયા માટે મોટી ખુશખબરી સામે આવી ગઈ છે. ખતરનાક ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું ઓસ્ટ્રેલિયા જવાનું નક્કી થઈ ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેસબર્નમાં રમી શકે છે શમી
શમી આખરે બે ટેસ્ટમાં રમવા માટે તૈયાર છે અને તેની પ્લેઈંગ કિટ પહેલા જ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે. એનસીએની મેડિકલ ટીમથી ફિટનેસ મંજૂરી મળવાની બસ ઔપચારિકતા માત્ર બાકી છે. બંગાળના આ અનુભવી ક્રિકેટર માટે 14 ડિસેમ્બરથી બ્રિસબેનમાં શરૂ થઈ રહેલી ટેસ્ટમાં રમવું સરળ નહીં હોય. પરંતુ એ નક્કી છે કે તે બોક્સિંગ ડે ને મેલબર્નમાં ચોથી ટેસ્ટમાં દેખાશે. આ ક્રિકેટરના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે એનસીએમાંથી ફિટનેસ પ્રમાણ પત્ર ટૂંક સમયમાં મળી જશે.


વર્લ્ડ કપથી બહાર છે શમી
સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે, "શમીની ભારતીય કીટ પહેલાથી જ ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવી છે." તે મુશ્તાક અલી ટ્રોફી T20 ટૂર્નામેન્ટ પૂર્ણ કરશે અને પછી વિદાય લેશે.'' 34 વર્ષીય શમી છેલ્લે ભારત માટે 2023 ODI વર્લ્ડ કપ ફાઇનલમાં રમ્યો હતો અને તે પછી પગની સર્જરીને કારણે તેને લાંબા સમય સુધી બહાર રહેવાની ફરજ પડી હતી. ન્યુઝીલેન્ડ સામે તેની વાપસી નિશ્ચિત જણાતી હતી પરંતુ આ પહેલા જ શમીના ઘૂંટણમાં સોજો આવી ગયો હતો જેના કારણે તેની વાપસીમાં વિલંબ થયો હતો.


શમી પર એનસીએની નજર
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો નોકઆઉટ રાઉન્ડ બેંગલુરુમાં યોજાઈ રહ્યો છે. એવામાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે NCA (નેશનલ ક્રિકેટ એકેડેમી) મેડિકલ ટીમના વડા ડૉ. નીતિન પટેલ અને 'સ્ટ્રેન્થ' અને કન્ડિશનિંગ ટ્રેનર નિશાંત બોરદોલોઈ રાષ્ટ્રીય T20 ચેમ્પિયનશિપમાં ટીમનું અભિયાન પૂરું થયા પછી બંગાળનું મૂલ્યાંકન કરશે. બંગાળના મુખ્ય કોચ લક્ષ્મી રતન શુક્લા તેના મુખ્ય બોલર પર નજર રાખી રહ્યા છે.


પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં રમશે શમી
લક્ષ્મી રતન શુક્લાએ પીટીઆઈને કહ્યું, “શમી અમારા માટે ચંદીગઢ સામે પ્રી-ક્વાર્ટર ફાઈનલ રમશે. તે આવતીકાલે બેંગલુરુમાં અમારી સાથે જોડાશે. જો કે, જો અમે ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય થઈશું તો તે ઉપલબ્ધ રહેશે કે કેમ તે મને ખબર નથી. એવું લાગે છે કે તે ઓસ્ટ્રેલિયાની છેલ્લી બે ટેસ્ટ માટે ફિટ અને ઉપલબ્ધ રહેશે.