જીતની સાથે ઘરેલૂ મેચોનું સમાપન કરવું સારૂ રહ્યું: સ્ટીવ સ્મિથ
સ્ટીવ સ્મિથ હવે વિશ્વ કપ માટે ઓસ્ટ્રેલિયાની સાથે જોડાઈ જશે. આ સાથે જ આઈપીએલમાં તેની આ વર્ષની સફર સમાપ્ત થઈ ગઈ છે.
જયપુરઃ સનરાઇઝર્સ હૈદરાબાદને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના મેચમાં પરાજય આપ્યા બાદ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મિથે કહ્યું કે, જીતની સાથે 12મી સિઝનના ઘરેલૂ મેચોનું સમાપન કરવું શાનદાર રહ્યું.
રાજસ્થાને આ સિઝનમાં પોતાના બાકી બચેલા મેચ ઘરની બહાર રમશે. તેણે શનિવારે રમાયેલા મુકાબલામાં હૈદરાબાદને સાત વિકેટથી કારમો પરાજય આપ્યો હતો. મેચ બાદ સ્મિથે કહ્યું, અમારા ઘરેલૂ મેચોનું શાનદાર સમાપન થયું કારણ કે, ખેલાડીઓએ શાનદાર વાપસી કરી.
રાજસ્થાને હાલની સિઝનમાં અહીં સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલા સાતમાંથી માત્ર ત્રણ મેચમાં વિજય મેળવ્યો છે. સ્મિથે હૈદરાબાદ વિરુદ્ધ દમદાર બેટિંગ કરવા માટે લિયામ લિવિંગસ્ટોન (44) અને સંજૂ સૈમસન (48)ની પ્રશંસા કરી હતી.
સ્મિથે કહ્યું, આઈપીએલમાં પ્રથમ વખત ઓપનિંગ કરી રહેલા લિયામ લિવિંગસ્ટોને શાનદાર રીતે બોલને હિટ કર્યો અને સંજૂએ મેચનું સમાપન કર્યું. અમે એક સમૂહના રૂપમાં એક સાથે રમી રહ્યાં છીએ અને અમે મહત્વપૂર્ણ ક્ષણો પર જીત મેળવી છે. શરૂઆતમાં અમે તેમ કરવામાં અસફળ રહ્યાં હતા. અમે ઘણા નજીકના મેચ રમ્યા અને સૌભાગ્યથી છેલ્લા કેટલાક સમયથી અમે મેચ જીતવામાં સફળ રહ્યાં.