નવી દિલ્હીઃ આજથી શરૂ થઈ રહેલા ક્રિકેટના મહાસંગ્રામ આઈસીસી વિશ્વકપનો પ્રારંભ થવાનો છે. ક્રિકેટના આ મહા મુકાબલાની ઉજવણી કરવા માટે સર્ચ એન્જિન ગૂગલે ખાસ એનિમેટેડ ડૂડલ બનાવ્યું છે. તમે જ્યારે ગૂગલ પર કંઇ સર્ચ કરશો તો આ એનિમેટેડ ડૂડલમાં એક બોલર બોલિંગ કરશે અને બેટ્સમેન શોટ મારે છે અને ફીલ્ડર તેને કેચ કરતો જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી ક્રિકેટના મહાકુંભ આઈસીસી વિશ્વકપનો પ્રારંભ થવાનો છે. આ વખતે વિશ્વકપ ઘણી રીતે રસપ્રદ થવાનો છે. ક્રિકેટ વિશ્વકપમાં આજે યજમાન ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3 કલાકે શરૂ થશે. 


જીતનારી ટીમને મળશે એક કરોડ ડોલર
આ વખતે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનારા વિશ્વકપમાં ઇનામની રકમ અને ઘણી બીજી વસ્તુ ખાસ બનાવશે. આઈસીસી અનુસાર આ વખતે ટૂર્નામેન્ટમાં ઈનામી રકમ કુલ 1 કરોડ ડોલર હશે.