નવી દિલ્હીઃ ભારતની આઝાદીને 15 ઓગસ્ટે 75 વર્ષ પૂરા થઈ જશે. આ તારીખે 1947માં ભારતને અંગ્રેજો પાસેથી આઝાદી મળી હતી. આ તક પર દેશમાં જશ્નની તૈયારી છે. આ વચ્ચે ભારત સરકાર તેમાં ક્રિકેટને પણ સામેલ કરવા ઈચ્છે છે. રિપોર્ટ પ્રમાણે સરકારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને એક પ્રપોઝલ મોકલ્યું છે. જેમાં 22 ઓગસ્ટે ભારત અને રેસ્ટ ઓફ ધ વર્લ્ડ વચ્ચે મેચ કરાવવાની વાત કહેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોએ સંકેત આપ્યો કે સંસ્કૃતિ મંત્રાલય, જેણે પ્રસ્તાવ મોકલ્યો હતો બીસીસીઆઈના અદિકારીઓ સાથે વાતચીત કરી રહ્યું છે. જેનાથી ભારતના ટોપ ખેલાડીઓની સાથે-સાથે વિદેશોના લોકપ્રિય ક્રિકેટરોને આઝાદીના અમૃત મહોત્સવ અભિયાનના ભાગના રૂપમાં મેચ રમાડવાનો પ્રયાસ કરી શકાય. બીસીસીઆઈના સૂત્રએ કહ્યું કે આ પ્રસ્તાવ પર હાલ ચર્ચા થઈ રહી છે કારણ કે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને રમવા બોલાવવા ઘણી પ્રકારની વાતનું ધ્યાન રાખવાનું હોય છે. 


આ પણ વાંચોઃ ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો ધોની, ખેલાડીઓ સાથે કરી વાત  


બીસીસીઆઈના સૂત્રએ જણાવ્યું- અમને 22 ઓગસ્ટે ઈન્ડિયા ઈલેવન અને વર્લ્ડ ઈલેવન વચ્ચે ક્રિકેટ મેચ આયોજીત કરાવવા માટે સરકાર પાસેથી પ્રસ્તાવ મળ્યો છે. રેસ્ટ ઓફ ધ વર્લ્ડ ટીમ માટે અમારે ઓછામાં ઓછા 13-14 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની જરૂર પડશે. તેની ઉપલબ્ધતા એક વાત છે, જેને જોવી પડશે. 


તે સમયે ઈંગ્લેન્ડના ખેલાડી પોતાની ઘરેલૂ સીઝન રમતા હશે. વેસ્ટ ઈન્ડિઝમાં કેરેબિયન પ્રીમિયર લીગ તે સમયે રમાવાની છે. બીસીસીઆઈ તે વાતની તપાસ કરી રહ્યું છે કે શું આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને તેની ભાગીદારી માટે ચુકવણી કરવી પડશે. 


ભારતના મુખ્ય ખેલાડીઓની ઉપલબ્ધતા વિશે વધુ સમસ્યા રહેશે નહીં. ટીમ 20 ઓગસ્ટે ઝિમ્બાબ્વેનો પ્રવાસ પૂરો કરી પરત આવી જશે. આમ પણ ટીમના મહત્વના ખેલાડી તે પ્રવાસે જશે નહીં. પછી 27 ઓગસ્ટથી શ્રીલંકામાં એશિયા કપ છે. તેવામાં ભારતીય ખેલાડીઓ આ મુકાબલા માટે સરળતાથી ઉપલબ્ધ રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube