New Head Coach Of Pakistan Team: એશિયા કપ 2023 સપ્ટેમ્બર મહિનામાં પાકિસ્તાનની યજમાનીમાં રમાશે. આ ટૂર્નામેન્ટ પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમે એક મોટી જાહેરાત કરી છે. ગ્રાન્ટ બ્રેડબર્નને પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે આગામી બે વર્ષ માટે ટીમની કોચિંગ પેનલનું નેતૃત્વ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રેડબર્ન પાકિસ્તાન ટીમની તાકાત અને ચુનોતીઓથી સારી રીતે વાકેફ છે. અગાઉ તેણે 2018 થી 2020 સુધી પાકિસ્તાન ટીમના ફિલ્ડિંગ કોચ તરીકે સેવા આપી હતી, ત્યારબાદ તે કોચના વિકાસ પર કામ કરવા માટે નેશનલ ક્રિકેટ એકેડમીમાં ગયા હતા. પાકિસ્તાનમાં તેમની ભૂમિકા પહેલા, પૂર્વ ન્યૂઝીલેન્ડ ક્રિકેટર બ્રેડબર્ને સ્કોટલેન્ડની પુરૂષ ટીમના હેડ કોચ તરીકે કામ કર્યું હતું.


આ પણ વાંચો:
Raghav Kiss Parineeti: રાઘવ ચઢ્ઢાએ મહેમાનોની સામે કરી પરિણીતીને Kiss, વીડિયો વાયરલ
તળાવમાં ડૂબવાની ઘટનામાં એકના એક પુત્રનું મોત, માહિતી મળતા જ પિતાને આવ્યો હાર્ટ એટેક
મિથુન, કર્ક, કુંભ રાશિના લોકોની વધી શકે છે મુશ્કેલી, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ


PCB પ્રબંધન સમિતિના અધ્યક્ષ નજમ સેઠીએ કહ્યું, 'મને અમારી પુરૂષ ટીમના મુખ્ય કોચ તરીકે ગ્રાન્ટ બ્રેડબર્નને નોમિનેટ કરતાં આનંદ થાય છે. બ્રેડબર્ન ઘણો કોચિંગ અનુભવ સાથે ટીમ સાથે જોડાયેલ છે. નેશનલ ક્રિકેટ એકેડમી પહેલા અને તેના દ્વારા અમારી મેન્સ ટીમ સાથે કામ કર્યા બાદ, તે અમારી સંસ્કૃતિ અને ક્રિકેટની ફિલસૂફીને સારી રીતે સમજે છે અને અમારી ટીમને આગળ લઈ જવા માટે તે આદર્શ ઉમેદવાર છે.


પુરૂષ ટીમના મુખ્ય કોચ તરીકે તેમની નિમણૂક અને રણનીતિનો ખુલાસો કરતાં ગ્રાન્ટ બ્રેડબર્ને કહ્યું, 'પાકિસ્તાન જેવી અત્યંત પ્રતિભાશાળી અને કુશળ ટીમ સાથે હેડકોચ તરીકે કામ કરવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. અમે સખત મહેનત કરી રહ્યા છીએ.  ગ્રાન્ટ બ્રેડબર્ને વધુમાં કહ્યું, 'અમે અપેક્ષાઓનું સ્તર વધાર્યું છે અને અમે અમારા ખેલાડીઓને ચુનોતી આપતા રહીશું' 


આ પણ વાંચો:
આ ટેમ્પરેચર પર સેટ કરી આખો દિવસ ચલાવશો AC તો પણ લાઈટનું બીલ આવશે એકદમ ઓછું
Indian Railways: બાળકોની ટ્રેનની ટિકિટને લઈને બદલી ગયા રેલ્વેના નિયમ, જાણો નવો નિયમ
ધ્યાન ભટકાવનારી રાજનીતિ નહીં ચાલે, કર્ણાટકમાં ઐતિહાસિક જીત બાદ બોલ્યા પ્રિયંકા ગાંધી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube