ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર અને ભારતના પૂર્વ હેડ કોચ ગ્રેગ ચેપલના મતે વિરાટ રોહલી અને રોહિત શર્માએ જો પોતાની ખોવાયેલી પ્રતિષ્ઠા હાંસલ કરવી છે તો તેમણે જૂના દિવસોનો જોશ અને ઝનૂનને ફરીથી જગાડવું પડશે. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ કારમી હારનો સામનો કર્યા બાદ હવે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે, જ્યાં પાંચ મેચની સીરિઝ 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા આ મહત્વપૂર્ણ સીરિઝ પહેલા રન બનાવવા માટે ઝઝૂમી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રેગ ચેપલનું મોટું નિવેદન
ભારતના પૂર્વ હેડ કોચ ગ્રેગ ચેપલે સિડની માર્નિંગ હેરાલ્ડમાં પોતાના કોલમમાં સચિન તેંદુલકરની સાથે 2005માં થયેલી વાતચીત વાત કરતા ઉંમર વધવાની સાથે ખેલાડીઓ સામે આવનાર પડકાર વિશે જણાવે છે. સચિન તેંદુલકરે ગ્રેગ ચેપલના વિચાર જાણવા માટે તેમણે પુછ્યું, ગ્રેગ ઉંમર વધવાની સાથે બેટિંગ કરવી મુશ્કેલ કેમ થઈ જાય છે, પરંતુ સરળ થવી જોઈએ. ચેપલે લખ્યું કે, મે તેંદુલકરને કહ્યું કે ઉંમર વધવાની સાથે પહેલાની જેમ બેટિંગ કરવા માટે માનસિક જરૂરિયાતો વધી જાય છે.


વિરાટ કોહલીએ રનોના વરસાદ માટે કરવું પડશે આ કામ
ગ્રેગ ચેપલે કહ્યું, 'બેટિંગ કરવી મુશ્કેલ બની જાય છે કારણ કે તમે સમજો છો કે આ સ્તરે રન બનાવવા કેટલા મુશ્કેલ છે અને એકાગ્રતા જાળવી રાખવી કેટલું મુશ્કેલ છે જે સફળ થવા માટે જરૂરી છે. વધતી જતી ઉંમર સાથે તમારી આંખોની રોશની કે રિફ્લેક્સ ઓછી થતી નથી, પરંતુ એકાગ્રતા જાળવવી મુશ્કેલ બની જાય છે. જ્યારે તમે યુવાન હોવ ત્યારે તમારા મનની એકાગ્રતા રન બનાવવા પર હોય છે. વધતી ઉંમરની સાથે વિરોધી ટીમ પણ તમારી નબળાઈ જાણવા લાગે છે અને તમે પરિસ્થિતિઓને લઈને વધુ સજાગ થઈ જાવ છો.


ઓસ્ટ્રેલિયન દિગ્ગજની સલાહ બદલી નાખશે જિંદગી!
ઓસ્ટ્રેલિયાના આ પૂર્વ દિગ્ગજે કોહલી, રોહિત અને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને આ રમતના દિગ્ગજ ગણાવતા કહ્યું કે, 'જ્યારે તમે યુવાન હોવ છો, ત્યારે તમે મેચની સ્થિતિને લઈને ચિંતા કરતા નથી. તમારું ધ્યાન ફક્ત રન બનાવવા પર હોય છે.' ગ્રેગ ચેપલે સચિન તેંડુલકરને સમજાવ્યું, 'જો તમે તે રીતે રમવા ઈચ્છો છો જેમ તમે એક યુવા ખેલાડી તરીકે રમ્યા છો, તો તમારે તે અભિગમ અને વિચારધારાને ફરીથી જાગૃત કરવી પડશે . મોટી ઉંમરના ખેલાડી માટે આ સૌથી મોટો પડકાર છે.


જોશ અને ઝનૂન જગાડવું પડશે
ગ્રેગ ચેપલે કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સીરિઝમાં ખેલાડીઓની પ્રતિભાની સાથે તેમની માનસિક શક્તિ અને સહનશક્તિની પણ કસોટી થશે. ગ્રેગ ચેપલે કહ્યું, 'દરેક ખેલાડીએ તેમના યુવા દિવસોના ઉત્સાહ અને જુસ્સાને જાગૃત કરવો પડશે. આ દર્શાવે છે કે આ શ્રેણીમાં રોહિત, કોહલી અને સ્મિથને કેવા પડકારનો સામનો કરવો પડશે. તેઓ જાણે છે કે વિરોધી ટીમે તેમની ટેકનિક અને નબળાઈનું સારી રીતે મૂલ્યાંકન કરી લીધું છે અને તમારી નાની-નાની નબળાઈનો લાભ લેવા માટે તેમણે વ્યૂહરચના તૈયાર કરી છે.


કેપ્ટનશિપના દબાણ વચ્ચે સંતુલન જાળવવું પડશે
ગ્રેગ ચેપલે કહ્યું, 'કોહલી તેના ઉત્સાહ, જુસ્સા અને ઉચ્ચ ધોરણો સ્થાપિત કરવા માટે જાણીતો છે. તેના તાજેતરના ખરાબ પ્રદર્શને બધાને પરેશાન કરી દીધા છે. હવે તેને ધીરજ અને એકાગ્રતા જાળવી રાખવા પર કામ કરવું પડશે.' ગ્રેગ ચેપલે કહ્યું, 'જ્યાં સુધી રોહિતનો સવાલ છે, તેણે તેની બેટિંગ અને કેપ્ટનશિપના દબાણ વચ્ચે સંતુલન સાધવું પડશે. જો ભારતે સારું પ્રદર્શન કરવું હોય તો તેને સંતુલિત આક્રમકતા અપનાવવી પડશે, ચેપલે કહ્યું, 'રોહિત, કોહલી અને સ્મિથની ખરી લડાઈ વિરોધી ટીમ સાથે નથી પરંતુ સમય સાથે છે.'