Kane Williamson Gujarat Titans vs Sunrisers Hyderabad IPL 2022: આઈપીએલની 15મી સીઝનમાં અડધી મેચ પુરી થઈ ગઈ છે અને આ વર્ષે નવી આવેલી ગુજરાત ટાઈટન્સની ટીમ ચેમ્પિયન્સની જેમ રમત રમી રહી છે. ત્યારે આજે 40મી મેચમાં ફરી એકવખત ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની વચ્ચે મેચ રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચ પહેલા ગુજરાત ટાઈટન્સની ટીમે 7 મેચ રમી છે અને તેમાંથી 6 મેચમાં ભવ્ય જીત મેળવી છે, જ્યારે હૈદરાબાદે 7માંથી 5 મેચમાં જીત હાંસલ કરી છે. આ મેચમાં કેન વિલિયમસનની કેપ્ટનશિપવાળી ટીમ આ મેચમાં જીત હાંસલ કરીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવવા માટે તલપાપડ છે. પરંતુ આ તમામ વાતો વચ્ચે સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન વિલિયમસન માટે આ મેચમાં મોહમ્મદ શમી ખતરો બની શકે છે, જે વાતનું તેણે ખુબ જ ધ્યાન રાખવું પડશે.


જો અત્યાર સુધીના રેકોર્ડ પર નજર નાંખીએ તો ગુજરાતના ફાસ્ટ બોલર શમી, વિલિયમસન માટે ખતરનાક સાબિત થયો છે. શમીએ અત્યાર સુધી 10 ટી20 ઈનિંગમાં 4 વખત વિલિયમસનને પેવેલિયન ભેગો કર્યો છે. તેણે આ દરમિયાન 47 બોલમાં 66 રન આપ્યા છે. જેણા કારણે આ મેચમાં પણ વિલિયમસનને શમી વિરુદ્ધ સંભાળીને રમવું પડશે. જો તે શમીની બોલિંગ સામે થોડું પણ આજુબાજુ રહ્યા તો પોતાની વિકેટ ગુમાવી શકે છે. બીજી બાજુ વિલિયમસને નેટ્સમાં ખુબ જ મહેનત કરી છે.


આજે કેવી હશે એમસીએ સ્ટેડિયમની પીચ, ગુજરાત-હૈદરાબાદ મેચ (GT vs SRH Pitch Report)
બુધવારે (આજે) ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમવા ઉતરશે. વાનખેડે સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે ખુબ જ સારી માનવામાં આવે છે, પરંતુ અહીં હવે બોલ થોડો રોકાઈને આવે છે. એવામાં જોવાનું તે રહેશે કે આજની મેચ હાઈસ્કોરિંગ હશે કે નહીં. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી 7 મેચમાં હૈદરાબાદની ટીમ માત્ર 1 મેચ જીતી શકી છે એવામાં તેમના માટે આ મેદાન પર જીત હાંસિલ કરવી સરળ રહેશે નહીં.


ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદે પોતાની છેલ્લી મેચમાં 9 વિકેટથી જીત હાંસલ કરી હતી. તેણે રોયલ ચેલેંજર્સ બેંગ્લોરને 9 વિકેટથી હરાવ્યું હતું. હૈદરાબાદની ટીમ હાલ જબરદસ્ત ફોર્મમાં છે અને તેણે પોતાની છેલ્લી 5 મેચમાં જીત મેળવી છે. જેના કારણે ટીમનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે, જ્યારે ગુજરાતે પોતાની ગત મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમને 8 વિકેટથી હરાવ્યું હતું. ગુજરાતે પોતાની છેલ્લી ત્રણ મેચમાં જીતની હેટ્રીક લગાવી  છે. અગાઉ બન્ને ટીમ એક-બીજા સામે રમી ચૂકી છે, જેમાં ગુજરાતને હારનો સામનો કરવો પડ્યો હતો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube