Sports News : ગુજરાત હવે ઓલિમ્પિકની તૈયારીમાં લાગી ગયું છે. ગુજરાતના આંગણે હવે ઓલિમ્પિક રમાશે. ત્યારે ગુજરાતમાં આ માટે આલિશાન તૈયારીઓ આરંભી દેવાઈ છે. ત્યારે આ પહેલા એક મોટા અપડેટ સામે આવ્યા છે. ભારત 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે બિડ કરવાની યોજના બનાવી રહ્યું છે. ફ્રાન્સ આ વર્ષે 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી પેરિસમાં ઓલિમ્પિકનું આયોજન કરશે. ભારતમાં ફ્રાંસના રાજદૂત ડૉ. થિયરી મથાઉએ હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન, બંને પક્ષોએ રાજ્યમાં ઓલિમ્પિક ગેમ્સના આયોજનમાં આ યુરોપિયન દેશની કુશળતાનો ઉપયોગ કરવાની રીતો પર ચર્ચા કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે બિડ કરવાની યોજના બનાવી રહ્યું છે. ફ્રાન્સ આ વર્ષે 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી પેરિસમાં ઓલિમ્પિકનું આયોજન કરશે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજદૂત મથાઉ સાથેની બેઠકમાં, જો ભારતની બિડ સફળ થાય તો 2036માં ગુજરાતમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માટે ફ્રાન્સની કુશળતાનો ઉપયોગ કરવાની ચર્ચા કરી હતી.


દુનિયામાં પહેલીવાર કોઈ રોબોટે કરી આત્મહત્યા, માણસ કરતા પણ બદતર હતું જીવન


નિવેદન અનુસાર, ગુજરાતના મુખ્યમંત્રીએ ઓલિમ્પિકની યજમાની માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સુવિધાઓમાં ફ્રાન્સની સમજ અને કૌશલ્યનો ઉપયોગ કરવા માટે ગુજરાતે ઊંડો રસ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રી એ પણ જાણવા માગે છે કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇવેન્ટ સિવાય લાંબા ગાળાના ઉદ્દેશ્યો કેવી રીતે પૂર્ણ કરી શકે છે.


નોકરીઓ આપવામાં મોટા શહેરો કરતા નાના શહેરો આગળ નીકળ્યા, ગુજરાતના 3 શહેરો ટોચમાં