અમદાવાદ: ઘર આંગણે રમાયેલી પ્રથમ 3 મેચમાં અપરાજીત રહયા પછી પ્રો કબડ્ડી લીગની સિઝન 6માં ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ હવે દબંગ દિલ્હી સામે ટકરાવા સજજ બની છે. 11 ગેમમાં 47 પોઈન્ટસ મેળવીને જાયન્ટસ હાલમાં પોઈન્ટ ટેબલમાં બીજા નંબરનુ સ્થાન ધરાવે છે, જ્યારે દબંગ 10 ગેમમાં 28 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. 14 મેચમાં 56 પોઈન્ટ સાથે યુ મુમ્બા ટોચના સ્થાને છે.15 નવેમ્બરના રોજ રમાયેલી પટના પાયરેટસ સાથેની મેચ સહિત  છેલ્લી પાંચ મેચમાં દિલ્હીએ 3 વાર હાર ખમવી પડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ હવે માનસિક સરસાઈ સાથે મેદાનમાં ઉતરશે. દબંગ દિલ્હી તેમની હારનો પીછો છોડાવવા માગે છે. તેમણે પીકેએલમાં હજૂ સુધી જાયન્ટસને પરાજય આપ્યો નથી. આ સીઝનમાં તેમનો બે વાર મુકાબલો થયો છે. ચેન્નાઈમાં રમાયેલી શરૂઆતની મેચોમાં બંને ટીમ એક સરખા 32 પોઈન્ટ મેળવી શકી હતી. આ ટીમ્સ જ્યારે નોઈડામાં આવી ત્યારે જાયન્ટસ ડોંગ જીયોન લીની પ્રથમ સુપર-10 અને પરવેશ બેઈનસવાલના 5 ટેકીંગ પોઈન્ટસને કારણે પોતાને ઘરઆંગણે 45-38થી હારી ગઈ હતી.


દબંગને અમદાવાદની ગરમીની અસર થઈ શકે છે. ખૂબ જ લોકપ્રિય ગુજરાત ફોરચ્યુન જાયન્ટસને સ્થાનિક સમર્થકોનુ છેક સુધી મજબૂત પીઠબળ હાંસલ થઈ રહ્યું છે, જે વીકએન્ડમાં યોજાયેલી ઈન્ટર ઝોન વીક ચેલેન્જમાં યુપી યોધ્ધા સામેની મેચમાં જ્યારે 37-32ની સ્થિતિ હતી ત્યારે જોવા મળ્યું હતું.


છેલ્લી ક્ષણોમાં જ્યારે યોધ્ધાને સરસાઈ હાંસલ થઈ ત્યારે એક ક્ષણ માટે જાયન્ટસ ડગી ગયા હતા પણ મનપ્રિત સિંઘના ખેલાડીઓએ સંયમ દાખવીને વિજય હાંસલ કર્યો હતો. ગુજરાત ફોરચ્યુન જાયન્ટસના સ્કીપર સુનિલ કુમાર કબૂલ કરે છે કે તેમણે કેટલીક ભૂલો કરી હતી. "હરિફો (યુપી યોધ્ધા) હાફ ટાઈમ પછી બહેતર વ્યુહરચના સાથે રમ્યા હતા. તેમણે તેમના આયોજન મુજબ રમત રમી હતી.  અમને કોચ તરફથી જે પ્લાન આપવામાં આવ્યો હતો તેને અમે અમલ કરી શક્યા ન હતા. ભવિષ્યની મેચોમાં હવે અમે ધ્યાન રાખીશું."


ગુજરાત ફોરચ્યુન જાયન્ટસની ટીમે હવે દબંગના રેઈડર ચંદ્રન રણજીત, શબ્બીર બાપુ  નવીન કુમાર સામે ખાસ સાવધાની રાખવાની રહેશે,કારણ કે જાયન્ટસનો ભૂતપૂર્વ ખેલાડી રણજીત સારા ફોર્મમાં છે. સુનિલ અને આઈનસ્વાલ ઉપરાંત રૂતુરાજ કાલવી અને સચીન વિટ્ટાલાએ સારી રમત રમવી પડશે.


સચીન તનવર જ્યારે પણ રેઈડ કરે છે તેને હંમેશાં દર્શકોનુ સમર્થન મળી રહે છે. તેણે વધુ એક વાર ધ્યાનથી રમવાનુ રહેશે. લીએ દિલ્હીના કાફલામાં રેઈડ કરીને તેની તાકાત પૂરવાર કરી છે.


એક વચક્ષણ વ્યુહરચનાકાર તરીકે જાણીતા હેડ કોચ મનપ્રિત સિંઘ રોહિત ગુલીયાને શરૂઆતના સાત ખેલાડીમાં ઉતારીને હરિફોને ઉંઘતા ઝડપે તેમ છે. રવિવારે  સેકન્ડ હાફના અંત ભાગમાં તેજસ્વી રેઈડર ગુલીયા બે પોઈન્ટ હાંસલ કરીને યોધ્ધા સામે ખૂબ જ ઉપયોગી નિવડ્યો હતો અને યોધ્ધા સામે વિજય હાંસલ કરી શકાયો હતો.