પીધેલાઓની પાર્ટીમાં પહોંચી પોલીસ! સુરતમાં ચાલુ પાર્ટીમાંથી સ્પા ગર્લ સહિત 14 ઝડપાયા
સુરતના સ્પામાં કામ કરતી ગર્લ સહિત નવ મહિલા ઝડપાઈ હતી. આ સાથે જ પાંચ જેટલા યુવાનો પણ મળી આવ્યા હતા. આ તમામની અટકાયત કરવામાં આવી...
- ડ્રગ્સ, ગાંજો અને દારૂની પાર્ટીમાં CID ત્રાટક્યું
- સુરતમાં મગદલ્લા વિસ્તારમાં ચાલતી હતી દારૂ પાર્ટી
- પોલીસે ચાલુ પાર્ટીમાંથી સ્પા ગર્લ સહિત 14ની કરી ધરપકડ
- ઝડપાયેલાં તમામના સિવિલમાં મેડિકલ ટેસ્ટ શરૂ
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગાંધીના ગુજરાતમાં દિનપ્રતિદિન દારૂ, ગાંજા સહિતની નશાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા જેવા ગુજરાતના મોટા શહેરોમાં હવે દારૂની પાર્ટી એક ફેશન, એક સ્ટેટસ સિમ્બોલ બની ગઈ છે. નબીરાઓ પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટીઓનું આયોજન કરતા હોય છે. જેમાં શરાબની સાથે શબાબ અને કબાબની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આવી જ એક હાઈફાઈ પાર્ટી સુરત શહેરમાં ચાલતી હતી. જ્યાંથી પોલીસે સ્પા ગર્લ સહિત 9 યુવતીઓ અને 5 મહિલાઓ સહિત કુલ 14 લોકોની અટકાયત કરવામાં આવી.
આ ઘટના છે ડાયમંડનગરી સુરતની...સુરતના મગદલા ગામ વિસ્તારમાં આવેલા એક ઘરમાં બાતમીના આધારે CID ક્રાઇમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જ્યાં નબીરાઓ દારૂ અને ગાંજાની પાર્ટી કરતા જોવા મળ્યાં. સાથે જ ત્યાં સ્પા ગર્લ અને અન્ય યુવતીઓ પણ હાજર હતી. શરાબ, શબાબ અને કબાબ સહિતની તમામ વ્યવસ્થા આ પાર્ટીમાં હતી. પણ પોલીસે આવીને પાર્ટીમાં ભંગ પાડ્યો. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ પાર્ટીમાંથી નવ ગ્રામ એમડી ડ્રગ્સ, 22 ગ્રામ ગાંજો અને સાત દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે. ગાંધીનગર સીઆઇડી ક્રાઈમને ડ્રગ્સની બાતમી મળી હતી. જે આધારે રેડ પાડવામાં આવતા ચાલતી પાર્ટી પણ મળી આવી હતી.
પોલીસ દ્વારા બાતમી આધારે આ રેડ પાડવામાં આવતા ડ્રગ્સ, ગાંજો અને દારૂ સાથે ચાલતી પાર્ટી પકડી પાડવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમ દ્વારા થાઈ ગર્લ સહિત 9 યુવતી અને 5 યુવાનની અટકાયત કરવામાં આવી છે. હાલ તમામના મેડિલક ટેસ્ટ કરવા માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા ડ્રગ્સનો ગુનો નોંધવામાં આવ્યો છે. મેડિકલ પરીક્ષણ થઈ ગયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સીઆઈડી ક્રાઇમે ડ્રગ્સનો ગુનો નોંધી આ તમામ સામે કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો આ તમામ 14 આરોપીઓને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મેડિકલ પરીક્ષણ થઈ ગયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ તો પ્રાથમિક રીતે આ તમામ વિરુદ્ધ ડ્રગ્સનો ગુનો નોંધાયો છે. જોકે, આગળ કાર્યવાહીમાં જે સામે આવશે તે પ્રમાણે વધુ કાર્યવાહી થશે.
સ્પા ગર્લ સહિત 9 યુવતીઓ પાર્ટીમાંથી ઝડપાઈઃ
સુરત શહેરના મગદલ્લા ગામમાં આવેલા મહોલાના એક મકાનમાં રાત્રે સ્પા ગર્લ અને ડ્રગ્સ સાથે પાર્ટી ચાલતી હોવાની બાતમી મળી હતી. જેથી સીઆઈડી ક્રાઈમની ટીમે મકાનમાં રેડ કરી હતી. આ દરમિયાન ડ્રગ્સ, ગાંજો અને દારૂની સાથે ચાલતી પાર્ટી પકડી પાડવામાં આવી હતી. સ્પામાં કામ કરતી ગર્લ સહિત નવ મહિલા ઝડપાઈ હતી. આ સાથે જ પાંચ જેટલા યુવાનો પણ મળી આવ્યા હતા. આ તમામની અટકાયત કરવામાં આવી છે.