નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. આઈપીએલની 15મી સીઝનમાં સોમવારે બે નવી ટીમો ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ આમને સામને હશે. બન્ને ટીમના કેપ્ટનોએ પણ આઈપીએલ 2022માં ઉતરતા પહેલા પોતપોતાની કમર કસી લીધી છે. આ મેચ પહેલા હાર્દિક પાંડ્યાની કેપ્ટનશિપવાળી ગુજરાત ટાઈટન્સે એક જાહેરાત કરી છે અને ટીમનો સૌથી ભરોસાપાત્ર બોલરને એક મોટી જવાબદારી સોંપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બોલરને મળી મોટી જવાબદારી
લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમ મુંબઈના વાનખેડે મેદાનમાં આમને સામને ટકરાશે. ગુજરાત ટાઈટન્સ ફ્રેંચાઈઝીએ આઈપીએલમાં પોતાના અભિયાનની શરૂઆત પહેલા ટીમના વાઈસ કેપ્ટનનું નામ જાહેર કરી દીધું છે. ટીમની કમાન પહેલાંથી જ હાર્દિક પાંડ્યાના હાથમાં છે અને હવે વાઈસ કેપ્ટનનની જવાબદારી અફઘાનિસ્તાનના સ્ટાર લેગ સ્પિનર રાશિદ ખાનને આપવામાં આવી છે. તે અફઘાનિસ્તાનની આંતરરાષ્ટ્રીય ટીમની કેપ્ટનશિપ કરી ચૂક્યા છે. ગુજરાત ટાઈટન્સે સોશિયલ મીડિયા મારફતે તેની જાણકારી આપી. ટીમે ટ્વીટ કરીને લખ્યું, 'રાશિદ ભાઈ અમારા વાઈસ કેપ્ટન બન્યા છે'


15 કરોડ રૂપિયામાં બન્યો ટીમનો ભાગ
રાશિદ ખાન 2017થી આઈપીએલમાં ભાગ લઈ રહ્યો છે, આ તેની છઠ્ઠી આઈપીએલ સીઝન હશે. ગુજરાત ટાઈટન્સે રાશિદ ખાનને 15 કરોડ રૂપિયાની મોટી રકમ આપીને ડ્રાફ્ટ કર્યો હતો. રાશિદ આ સીઝન પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદન ભાગ હતો, પરંતુ મેગા ઓક્શન પહેલા હૈદરાબાદે રાશિદ ખાનને રિટેન કર્યો નહોતો અને તેને રિલીઝ કરી દીધો હતો, જેનો ફાયદો ગુજરાતે ઉઠાવ્યો. ગુજરાતે રાશિદ ખાન સિવાય હાર્દિક પાંડ્યા અને શુભમન ગિલને પણ ડ્રાફ્ટ કર્યો હતો, ત્યારબાદ હાર્દિકને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો.


IPLમાં લખનઉ સામેની મેચ પહેલાં ગુજરાતના કેપ્ટન હાર્દિકે રાહુલને ફોન કરીને શું કહ્યું


IPLમાં શાનદાર છે રેકોર્ડ્સ
આઈપીએલમાં રાશિદ ખાનના આંકડા ઘણા શાનદાર રહ્યા છે. રાશિદે આઈપીએલમાં અત્યાર સુધી કુલ 76 મેચ રમી છે. આ મેચોમાં રાશિદે 6.33ની ઈકોનોમીની સાથે કુલ 93 વિકેટ ખેરવી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 19 રન આપીને 3 વિકેટ રહ્યું છે. વર્ષ 2021માં પણ રાશિદે 14 મેચોમાં 18 વિકેટ પોતાના નામે કરી હતી અને આ સીઝનમાં પણ રાશિદની ઈકોનોમી રેટ માત્ર 6.69નો જ રહ્યો હતો. રાશિદ બેટથી પણ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે જાણીતો છે.  રાશિદે ઘણી વખત ટીમ માટે મહત્વપૂર્ણ ઈનિંગ રમી છે. આઈપીએલમાં અણનમ 34 રન રાશિદ ખાનનો બેસ્ટ સ્કોર છે.


ગુજરાત ટાઈટન્સની સંભવિત ટીમ
હાર્દિક પાંડ્યા (કેપ્ટન), રાશિદ ખાન વાઈસ કેપ્ટન), શુભમન ગિલ, મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યુસન, અભિનવ સદરંગાની, રાહુલ તેવતિયા, નૂર અહમદ, આપ સાઈ કિશોર, ડોમિનિક ડ્રેક, જયંત યાદવ, વિજય શંકર, દર્શન નાલકાંડે, યશ દયાલ, અલ્જારી જોસેફ, પ્રદીપ સાંગવાન, ડેવિડ મિલર, રિદ્ધિમાન સાહા, મૈથ્યૂ વેડ, ગુરકીરત સિંહ, વરૂણ એરોન, બી સાઈ સુદર્શન...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube