દુબઈઃ IPL 2024 Gujarat Titans Full Squad : ગુજરાત ટાઇટન્સ આગામી સીઝનમાં શુભમન ગિલની આગેવાનીમાં મેદાનમાં ઉતરશે. હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સમાં ઘરવાપસી બાદ ગિલને ટીમની કમાન સોંપવામાં આવી છે. આજે દુબઈમાં આઈપીએલ 2024 માટે હરાજી યોજાઈ હતી. જેમાં ગુજરાતે પોતાની 25 ખેલાડીઓની ટીમ પૂરી કરી લીધી છે. ગુજરાતે સૌથી મોંઘો ખેલાડી 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત ટાઈટન્સે આ વખતે સૌથી મોંઘા ખેલાડીના રૂપમાં આ બોલર ખરીદ્યો
ગુજરાત ટાઈટન્સે આજે ઓક્શનમાં સૌથી મોંઘા ખેલાડીના રૂપમાં સ્પેન્સર જોનસન પર બોલી લગાવી અને તેને 10 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આજે ટીમનો બીજો મોંઘો ખેલાડી શાહરૂખ ખાન રહ્યો, જેના પર ટીમે 7.40 કરોડ રૂપિયા ખર્ચયા છે. તે હાર્દિક પંડ્યાની જગ્યાએ ફિનિશરની ભૂમિકામાં જોવા મળશે. ટીમે ફાસ્ટ બોલર ઉમેશ યાદવને પણ 5.80 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તો સુશાંત મિશ્રા પર ટીમે 2.20 કરોડ ખર્ચ કર્યા જ્યારે કાર્તિક ત્યાગીને માત્ર 60 લાખમાં લીધો છે. 


આ પણ વાંચોઃ IPL 2024: સમાપ્ત થયું આઈપીએલ ઓક્શન, જુઓ તમામ 10 ટીમોના ખેલાડીઓનું લિસ્ટ


ટીમ પાસે હજુ વધ્યા છે 7.80 કરોડ રૂપિયા
અઝમતુલ્લા ઉમરઝઈ પર ટીમે 50 લાખ અને માનવ સુથાર પર 20 લાખ રૂપિયા ખર્ચ કર્યાં છે. જીપીએ પોતાના 25 ખેલાડીઓ પૂરા કરી લીદા છે. તેણે આઠ વિદેશી ખેલાડીનો સ્લોટ પણ પૂરો કરી લીધો છે. પરંતુ ટીમ પાસે હજુ 7.80 કરોડ રૂપિયા બાકી છે. ગુજરાત ટાઈટન્સે સમજદારી સાથે ઓક્શન પૂરુ કર્યું છે. 


ગુજરાત ટાઈટન્સે આઈપીએલ 2024માં ખરીદ્યા આ નવા ખેલાડીઃ
સ્પેન્સન જોન્સન, શાહરૂખ ખાન, ઉમેશ યાદવ, રોબિન મિન્સ, સુશાંત મિશ્રા, કાર્તિક ત્યાગી, અઝમતુલ્લા ઓમરઝાઈ, માનવ સુતાર.


ગુજરાત ટાઈટન્સે રિટેન કરેલા ખેલાડી
શુભમન ગિલ, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, ડેવિડ મિલર, અભિનવ મનોહર, સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, વિજય શંકર, જયંત યાદવ, રાહુલ તેવટિયા, મોહમ્મદ શમી, નૂર અહેમદ, આર સાઈ કિશોર, રાશિદ ખાન, જોશ લિટલ, મોહિત શર્મા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube