નવી દિલ્હી: ગુજરાત ટાઇટન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 માં ડેબ્યૂ કરતા પહેલા તેમનું થીમ સોંગ 'આવા દે' રિલીઝ કર્યું છે. ડબ શર્મા દ્વારા રચિત અને ગુજરાતી લોક કલાકાર આદિત્ય ગઢવી દ્વારા ગાવામાં આવ્યું છે, આ ગીત ગુજરાતી સંસ્કૃતિ અને ટીમની મહત્વાકાંક્ષાને જોડતું દેખાય છે. ગીતની શરૂઆતમાં સ્વ.શ્રી કવિ નર્મદની પ્રસિદ્ધ પંક્તિઓ જય જય ગરવી ગુજરાતથી થાય છે. ત્યારબાદ 'આવા દે' શબ્દનો અર્થ થાય છે કે ટીમ દરેકને આમંત્રણ મોકલી રહી છે અને પડકાર સ્વીકારવા તૈયાર છે.


ગીતને બનાવનાર લોકોનો પુરેપુરો વિશ્વાસ છે કે આ સોંગ લોકોના દિલોમાં ઉંડી છાપ છોડશે. ગુજરાતી લોક કલાકાર આદિત્ય ગઢવીએ જણાવ્યું છે કે, જ્યારે મારે ગુજરાત ટાઈટન્સ માટે આ ગીત ગાવાનું હતું, ત્યારે મને ખબર હતી કે મારે તેના માધ્યમતી ગુજરાતની ઉર્જા, ચરિત્ર અને ઓળખને બતાવવી પડશે. મેં એક એવી ધૂન પસંદ કરી જે રાજ્યની ઓળખ વિશ્વ સમક્ષ લાવી શકે. હું ખૂબ જ ખુશ છું કે ગુજરાત ટાઇટન્સમાં દરેકને તે ગમ્યું છે. મને ખાતરી છે કે જ્યારે તે સ્ટેડિયમમાં રમાશે, ત્યારે બધા એકસાથે હોવ હોવ ગાશે અને તેનાથી ગુજરાત ટાઇટન્સની ટીમમાં ઉત્સાહ વધશે."
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube